________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮. ભૌતિક-અભૌતિક રમતોને
પ્રિય આત્મસાધક, સસ્નેહ આત્મવંદન.
તારો પત્ર મળ્યો. ‘જીવનલય'ની સાધનામાં મનનું મહત્ત્વ ઘણું જ છે. એટલે મનની વાતો મારે ઘણી લખવી છે!
એક અંગ્રેજી પુસ્તક છે : "The Master Game : Beyond The Drug Experience.' આ પુસ્તકના લેખક છે રોબર્ટ એસ.ડી. રોપ. જીવનમાં માણસ કેવી કેવી રમતો રમે છે, તેની છણાવટ આ પુસ્તકમાં કરવામાં આવી છે. જે માણસને યોગ્ય રમત ન મળે તેને એક પ્રકારની માંદગી મળે છે, જેને Accidie' કહે છે. સંકલ્પશક્તિ-વિચારશક્તિને લકવો મારી જાય, ભૂખ મરી જાય, અને કંટાળો મન પર ચડી બેસે, તેવી અવસ્થા એટલે "Accidie'. આવી માંદગી ટાળવી હોય તો માણસે અભૌતિક મનગમતી રમતો ખોળી લેવી પડે. પહેલાં, લેખકે ભૌતિક લાભની ત્રણ રમતો બતાવી છેઃ ૧. ગટરમાં ડુક્કરની રમત ? એટલે ધન-પૈસા મેળવવાની રમત! આ રમત
રમનારાઓને લાગે છે કે પૈસા પ્રાપ્ત કરવામાં જ જીવનનું સાર્થક્ય છે!
પૈસાનું શું કરવું, એની પણ ખબર ક્યારેય એમને નથી હોતી. ૨. ઉકરડા પર કૂકડાની રમત: એટલે કિર્તિ પ્રાપ્ત કરવાની રમત. ૩, બલિના બકરાની રમત ! એટલે વિજય કે વટ માટે હત્યા કરવાની રમત. આવા લોકો યુદ્ધને રાષ્ટ્રધર્મમાં ખપાવે છે! આ રમત રમનારાઓ સામી બાજુના બધા જ લોકોને શત્રુ બનાવે છે.
આ ત્રણે રમતો માંદગીમૂલક છે. આ ત્રણે રમતોમાં પરિગ્રહનું પાપ રહેલું છે. ધનનો પરિગ્રહ, કીર્તિનો પરિગ્રહ અને શક્તિનો પરિગ્રહ! ધનકીર્તિ અને શક્તિની આ રમતોને લેખકે ગટરમાં ડુક્કરની, ઉકરડા પર કૂકડાની, બલિના બકરાની રમતો બતાવી કમાલ કરી દીધી છે!
લેખક રોબર્ટ એસ. ડી. રોપ આ પુસ્તકમાં મનના પાંચ ખંડ બતાવી, આપણને ક્રમશ: એ ખંડોમાં લઈ જાય છે. બહુ જ અર્થગંભીર અને મજાની વાતો કરી છે. પરંતુ એ પહેલાં, આ ત્રણ રમતો ઉપરથી થોડી વાતો લખવી છે.
For Private And Personal Use Only