________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લય-વિલય-પ્રલય
બનાવી દેનાર આ અવાજનું આક્રમણ છે. એનાથી શ્રવણનો લય ખોરવાયો છે. શાંત, મધુર અને લયબદ્ધ અવાજો સંભળાતા જાણે બંધ થઈ ગયા છે. મારે દુ:ખ સાથે લખવું પડે છે કે છેલ્લાં કેટલાંક વર્ષોથી ધર્મગુરુઓ પણ ધર્મનો (?) ઉપદેશ બરાડા પાડીને આપવા લાગ્યા છે! શાન્તરસ, વૈરાગ્યરસ. પ્રશમરસ જાણે પાતાળમાં ઊતરી ગયો છે. સ્વરનો લય ખોરવાઈ ગયો છે અને એવા ધર્મોપદેશકો શ્રોતાઓના શ્રવણરસનો લય પણ ખોરવી રહ્યા છે. શ્રોતાઓ શાંત નથી થતા, ઉત્તેજિત થાય છે. ઠરતા નથી, ઊકળી ઊઠે છે...
હા, ઉપદેશકની વાહ-વાહ જરૂર પોકારે છે! ૦ એવી જ રીતે ચ! (ચક્ષુરિન્દુિ ય) આંખો! આંખો ઉપર દૃશ્ય જગતે જબરજસ્ત આક્રમણ કર્યું છે. પહેલાં સિનેમા જોવા કે નાટક જોવા માણસ એના થિયેટરમાં જતો હતો. મહિનામાં ૧/૨ વાર જતો હતો... હવે ઘરમાં જ ટી.વી. આવી ગયું. મનુષ્ય રોજ કલાકો સુધી, દિવસ ને રાત, જેટલું ને જેવું જોવું હોય તે જોઈ શકે છે. ઘોર હિંસાનાં દશ્યો, અનેકવિધ અપરાધોનાં દૃશ્યો, સેક્સનાં નગ્ન દૃશ્યો.. ખૂનામરકીનાં દૃશ્ય.. અનેક ચેનલો ઉપર માણસ જોતો થઈ ગયો છે. આથી ચક્ષુનો લય ખોરવાઈ ગયો છે. ન જોવાનું જોવું અને જોવા જેવું ન જોવું – એ ઇન્દ્રિયના લયનો નાશ છે. આંખો બગડે છે. મન મલિન થાય છે. આત્મા પાપકર્મો બાંધે છે. પણ આ બધું વિચારવા માટે આજે માણસ નવરો નથી! એ તો આંખો બગડે એટલે આઈ-સ્પેશ્યાલિસ્ટ પાસે જવાનું સમજે છે. માણસને અંધાપાનો ભય નથી... એને ટી.વી. જોવાનો રસ છે. ભારે રસ છે. એવી રીતે દુનિયાને જોવાનો શોખ જાગ્યો છે. પૈસા થાય એટલે પરદેશ જવાની ફેશન થઈ ગઈ છે! યુરોપ અને અમેરિકા જવાનું શ્રીમંતો માટે સામાન્ય બની ગયું છે.. બસ
જીવવા કરતાં જોયું ભલું' આ ઉક્તિ સાર્થક થતી દેખાય છે. આંખોનો લય પ્રાપ્ત કરવા માટે પરમાત્મદર્શન, સપુરુષોનાં દર્શન, તાત્વિકસાત્ત્વિક અને રસપૂર્ણ પુસ્તકો, ગ્રંથો, આગમોનું વાંચન... આંખો બંધ કરીને ૧ર કલાક કે કલાક પરમાત્માનું ધ્યાન... આ બધું કરવું જરૂરી છે. કમસેકમ મનુષ્યને આંખોની મહત્તા, દુર્લભતા સમજાઈ જવી જોઈએ. આંખોનો સદુપયોગ કોને કહેવાય અને દુરુપયોગ કોને કહેવાય, એ સમજાઈ જવું જોઈએ. ૦ ત્રીજી ઇન્દ્રિય છે ધ્રાણેન્દ્રિય, નાક નાકને સુગંધ ગમે છે. દુર્ગધ નથી
ગમતી. દુર્ગધની અકળામણ જેમ લયભંગ કરે છે તેમ સેંટ-પરફ્યુમ આદિની
For Private And Personal Use Only