________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
દિનચર્યાનો લય છ વિગયોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ. એક-બે વિનયથી ચાલી જતું હોય તો શેષ વિગયોનો ત્યાગ કરી દેવો જોઈએ.
આ રીતે (૧) સચિત્ત, (૨) દ્રવ્યો અને (૩) વિગય - આ ત્રણ નિયમો આહારને અનુલક્ષીને બતાવવામાં આવ્યા છે. આ જ સંદર્ભમાં ચોથો નિયમ છે જમવાના ટંકનું નિયમન અને પાણી પીવાનું)નું નિયમન, “હું આજે ત્રણ ટંક જ જમીશ કે ચાર ટંક જમીશ. હું આજે ચાર લોટા પાણી પીશ કે છ લોટા પીશ...' નિયમ કરતાં ઓછું ખાઓ, ઓછું પીઓ તો નિયમનો ભંગ થતો નથી. પણ આ રીતે આહાર-પાણી નિયમિત થવાથી શરીરનો લય જળવાય છે. એક રીધમ શરૂ થઈ જાય છે. - ભોજન-આહારની સાથે તંબોલ-મુખવાસ જોડાયેલું હોય છે. પાંચમો નિયમ છે તંબોલનો, સંખ્યા અને વસ્તુઓ નક્કી કરવાની. “આજે હું વરિયાળી... ધાણાની દાળ, સોપારી... પાન... લઈશ.” “એક વાર લઈશ, કે બે વાર લઈશ.” વગેરે. મુખવાસનું પણ નિયમન કરવાનું. જે મુખવાસ નક્કી કર્યા હોય, એ સિવાયના મુખવાસ નહીં ખાવાના. - છઠ્ઠો નિયમ છે પગરખાં (બૂટ, ચંપલ, સેંડલ...)ની સંખ્યા નક્કી કરવાની અને જાત નક્કી કરવાની. એ સિવાયનાં પગરખાં નહીં પહેરવાનાં!
સાતમો નિયમ છે વસ્ત્રોનો. પહેરવાનાં વસ્ત્રોની સંખ્યા નક્કી કરવાની. પાંચ. છ...દસ અને જાત નક્કી કરવાની. (આટલાં શર્ટ, આટલાં પૅટ, આટલાં ધોતિયાં.. આટલા ઝબ્બા.. આટલી સાડી... વગેરે) ધાર્યા મુજબ જ વસ્ત્રો પહેરવાનાં! જાગૃતિ રાખવાની.
આઠમો નિયમ છે પુષ્પોનો. ફૂલ-ફૂલમાળા-વેણી ઇત્યાદિની સંખ્યા નક્કી કરવાની. એટલાં જ પુષ્પોનો ઉપયોગ કરવાનો.
નવમો નિયમ છે વાહનનો. સાઇકલ, સ્કૂટર, કાર, ખટારા... ઇત્યાદિની સંખ્યા નક્કી કરવાની. તમારી પાસે ત્રણ કાર હોય, પણ તમારે જે એક કે બે વાપરવાની હોય તે જ ધારવાની. એ સિવાયની કારનો ઉપયોગ નહીં કરવાનો. - દસમો નિયમ છે શયનનો. સૂવાના પલંગ, ગાદલાં, ઓશીકાં વગેરેની સંખ્યા નક્કી કરવાની. એટલાં જ સાધનોનો ઉપયોગ કરવાનો.
અગિયારમો નિયમ છે વિલેપનનો. શરીર પર પાઉડર વગેરે જે શૃંગારનાં સાધનો વપરાય, તેની સંખ્યા નક્કી કરવાની. (સ્નો, પાઉડર, અત્તર વગેરે.)
બારમો નિયમ છે સ્નાનનો - “દિવસમાં આટલી વાર (૧-૨) સ્નાન કરીશ.” એવી ધારણા કરવાની.
For Private And Personal Use Only