________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
દિનચર્યાનો લય ચેતન, જીવનચર્યાના લયમાં જેટલું મહત્ત્વ આહારના નિયમનનું છે, એટલું જ મહત્ત્વ બ્રહ્મચર્યના પાલનનું રહેલું છે.
ઋષિ-મુનિઓએ તો ત્યાં સુધી કહેલું છે કે ભયથી કે લજ્જાથી બ્રહ્મચર્ય પાળે તો પણ એ પુણ્યકર્મ બાંધે છે! ભલે એનું મન ન માનતું હોય!
સાધુ-સાધ્વી માટે તો બ્રહ્મચર્યને “સ્નાન” કહેલું છે! સાધુ-સાધ્વી પાણીથી સ્નાન નથી કરતાં, તેઓનું બ્રહ્મચર્ય જ એમનું જ્ઞાન છે. સાધુ રોજ શુદ્ધ આત્માનું નવાંગી પૂજન કરે છે. કેવી રીતે?
दयाम्भसा कृतस्नानः संतोषशुभवस्त्रभृत् । विवेकतिलकभ्राजी भावना पावनाशयः ।।
भक्ति श्रद्धानघृसृणोन्मिश्रपाटीरजद्रवैः। नवब्रह्माईंगतो देवं शुद्धमात्मानमर्चय ।।
(જ્ઞાનતારે-રરરર૬) ૦ દયાના જળથી સ્નાન કરો. ૦ સંતોષનાં ઉજ્વલ વસ્ત્ર પહેરો. ૨ કપાળે વિવેકનું તિલક કરો. ૦ હૃદયમાં મૈયાદિ ભાવના ભરો. ૦ ભક્તિ અને શ્રદ્ધારૂપ કેસરમિશ્રિત ચંદનરસથી ૦ શુદ્ધ આત્મદેવની (પરમાત્માની) 0 એમનાં બ્રહ્મચર્યનાં નવ અંગો પર પૂજા કરો.
બ્રહ્મચર્યના પાલન માટે એની નવ સાવધાની રાખવી અતિ આવશ્યક હોય છે, પણ તે સાધુ-સાધ્વી માટે! ગૃહસ્થ માટે નહીં! ગૃહસ્થો એ નવે સાવધાની રાખી શકે નહીં.
જીવનચર્યાનો લય સર્જાય છે આ ચૌદ નિયમોના પાલનથી. જીવનની એકએક પ્રવૃત્તિનું નિરીક્ષણ – એ જાગૃતિનું મહાકાવ્ય છે અને આ જીવનની જાગૃતિ એ જ જીવનલય છે. વિશેષ વાતો હવે પછી – તો ૯-૪-૯૮
hદગુપ્તસૂરિ
For Private And Personal Use Only