________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
લયભંગ કરનારા અસુરો ૦ ત્રાસવાદી અસુર કહેવાય. ૦ નિર્દોષ વ્યક્તિઓ પર જુલમ ગુજારનાર પોલીસ અસુર કહેવાય. ૦ માફિયા તત્ત્વો પાસેથી પૈસા લઈ ચૂંટણી લડનાર નેતા અસુર છે. ૦ પોતાની સત્તા ટકાવી રાખવા અન્ય દેશ સાથે યુદ્ધ જાહેર કરનાર રાષ્ટ્રનેતા
અસુર કહેવાય. ૦ ધર્મના નામે લોકોને ઉશ્કેરીને હુલ્લડ કે યુદ્ધ કરાવનાર ધર્મગુરુ પણ અસુર
કહેવાય. ૦ પોતાની કમાણી વધારવા દર્દીને ખોટી સલાહ અને ખોટી દવા આપી નુકસાનમાં ઉતારનાર ડોક્ટર અસુર કહેવાય. ઓપરેશનની જરૂર ન હોય તે છતાં પૈસા કમાવા માટે ઓપરેશન કરાવવાની ફરજ પાડનાર ડૉક્ટર
અસુર છે. ૦ ખૂનીનો બચાવ કરી પૈસા કમાનાર કે અસીલને દગો દઈ સામા પક્ષ સાથે
ભળી જઈ પૈસા બનાવનાર વકીલ અસુર છે. ૦ પરીક્ષામાં કોઈ વિદ્યાર્થી પર વેર લેનાર, કોઈને પૈસા લઈ માર્ક ઉમેરી
આપનાર અને પરિણામ સાથે ચેડાં કરનાર શિક્ષક-પ્રાધ્યાપક-પ્રોફેસર અસર ગણાય. ૦ પ્રશ્નપત્ર ફોડનાર અધ્યાપક અસુર કહેવાય. ૦ વર્ગમાં ન ભણાવનાર અને વિદ્યાર્થીને પોતાનું ટ્યૂશન રાખવા માટે ફરજ
પાડનાર શિક્ષક અસુર કહેવાય. 0 સજ્જનોને સતાવનાર, ગામલોકોને રંજાડનાર, સ્ત્રીઓને હેરાન કરનાર
અને હિંસા દ્વારા ગામ-નગરમાં હાહાકાર મચાવનાર “દાદો' અસુર છે. એ દાદો ક્યારેક ધાર્મિક પ્રવૃત્તિનું પ્રદર્શન કરે, તેટલા માત્રથી તે અસુર મટી
જતો નથી. ૦ બ્લેકમેઈલ કરનાર વ્યક્તિ અસુર છે. ૦ પરપીડનમાં રાજી થનારો વિકૃત “સેડિસ્ટ’ અસર છે. ૦ પારકાના ભોગે પોતાના હિતમાં રાચનારો શોષક અસુર છે.
અસુર' શબ્દ સાથે રાક્ષસ, દાનવ, શેતાન, ડેવિલ, ડેમન. ઇવિલ જેવા શબ્દો જોડાઈ ગયા છે. સદીઓથી આપણે રાક્ષસને મહાકાય, વિકરાળ, મોટા નખવાળો, માયાવી, ક્રૂર અને માનવભક્ષી દૈત્ય તરીકે ઓળખાતા આવ્યા છીએ.
For Private And Personal Use Only