Book Title: Lalita Dukhdarshak
Author(s): Ranchodbhai Udayram
Publisher: Mumbai Gazzate Steem Press

View full book text
Previous | Next

Page 9
________________ प्रवेश २ जो.] ललितादुःखदर्शक. -------- ~ ~~~~- ~ ~ ~ ~ ~-~માળી–હવે મારી ખાતરી થઈ, આવ આઘે. એ પરિયવદા છે કને, તે કોઈક નગરની પાતર છે. રૂપરૂપને ભંડાર છે, તેથી નંદનકુમાર એના ઉપર મોહી પડ્યા છે. એમના બાપની પાહે ઝાઝો પૈસો નથી, તેમ છેક ખાલી હાથના પણ નથી. એમનામાં એ મોટા કળિયા કહેવાય છે, તેથી ' ખર્ચ-વધાર રાખવો પડે છે. દેશાવરના લોકો તો હવેલિયે ને બંગલા જોઈને સુતા હશે, જે કોણ જાણે કેટલી બધી પૂંછ હશે, પણ ઢમઢોલ ને માંહ પિલ છે નંદન તો પથ્થરના ભમરડા જેવા છે. ન્હાનપણમાંથી કુછંદ લાગે છે, તેથી બાપનાથી છાનું પારવનું ઉડાવે છે. પરિયવદા બધું એમનું ખાઈ ગઈ ને મને લાગે છે, કે, જે આમનું આમ ચાલ્યું, તો મારી ચાકરી પણ જશે, એ અહિયાંથી ટળે, તો બહુ હારું થાય; રંડા એવી નઠારી છે, કે નંદનકુમાર આટલું બધું કરે છે, પણ એની તે ગણતરીમાં જ નથી. એમના ભાઈબંધ પણ એમના જેવાજ નઠારા છે. તેઓ પારવનું એમનું ખાઈ જા છે, અને તેથી જ કરીને રોજ રોજ પેસે છે થતો જાય છે. દંભરાજ ઉંભરે પહેચવા આવ્યા છે, ને એકનો એક છોકરે છે, તેથી જમ કરે છે, તમ કરવા દે છે. એક બીજી છોકરી છે, પણ છોકરા ઉપર જેટલું વાહાલ એટલું કરી ઉપર શાનું હોય? વથીરામ–શિવ ! શિવ ! શિવ ! બિચારીં લલિતાના તે ભેગ મળ્યા એણે મહા ઉલ્લાસથી પત્ર લખી મને આપ્યું છે, ને અત્યંત આતુરતાથી ઉત્તરની રાહ જોતી ત્યાં બેઠી છે, ને ભાઈનાં કારસ્તાન તે અહિયાં આવાં છે. એને સમાસ અહિ કેમ થશે? આનાથી એને સુખ કયાંથી મળશે? એ તે ગુલાબના ફૂલ જેવી રૂપગુણની ભરેલી છે, તેને ને આ ગમારને ગ કેમ ખાશે ? એમાં આપણો ઉપાય નહિ. પણ ભાઈ ! આ કાગળ મારે એને આપવો છે તેનું કેમ કરું ? માળી–એમની પાહે તારાથી જવાશે નહિ, લાવ કાગળ, હું જઈને આપી આવું, ને કીશ જે ભામણ આંઈ છે. થીરામ–(પાલડીમાંથી કાગળ કાહાફીને) લે, આ કાગળ; પણ તને કેદાપિ વાર લાગે, માટે મારે ખાવાને જેગ કરતે જા. લાડુ મળ્યા, એટલે આપણે બીજું કાંઈ માગવાના નથી. - (માળી, પૃથીરામને રસોડામાં ખાવાને બેસાડી આવીને ઉપર જાય છે.) '* * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 104