Book Title: Lalita Dukhdarshak Author(s): Ranchodbhai Udayram Publisher: Mumbai Gazzate Steem Press View full book textPage 7
________________ વેરા ૨ ગો. ] ललितादुःखदर्शक. प्रवेश २ जो. स्थळ, नंदनकुमारनी वाडी. વથીરામ–પ્રવેશ કરીને) વાહવા ! શી સુંદર વાડી છે ! આ બટરમાગરે તે આજ બેકી રહ્યો છે. અકેકુ ફૂલ, ગેટાના જેવડું મહેતું, અને શેભાયમાન દેખાય છે. એમાંથી એક ચૂંટીને સુંઠું તે મગજ તર કરી નાંખે એવું છે. લવને એક ચૂંઢ, બંદાને કોણ પૂછનાર છે. (જૂટવા જાય છે, તેને જોઈને): * માળી( દોડતો પ્રવેશ કરીને) અરે ભલા માણસ ! તું કોણ છું? અને કોની રજાથી માંહ પેઠે છું, હેંડ, નેકલ વેહેલે, નહિકર હવણ જેવા જેવું થશે. બાપની મતા થઈ જે, પૂછયા ગાડ્યા વિના, એકદમ કૂલ ચૂંટવા મંડી જહેછું? હ! પથીમ-ભૂલ્યો બાપજી, લે, આ રહ્યું તારું ફૂલ , ( તેને કાન ખોલે છે.) હું દૂર દેશાવરને ગરીબ પછી છું; તરશે મરતો હતો, તેથી તારી વાડી જેઈને આવ્યો છું, તે એવી આશાથી, કે તું મને તારી વાડીનું નિર્મળ પાણી પાઈને ઠોડે કરીશ, ને તું તો માથું ફોડવાને ઉભો થયો છું. મારા પાણી વિના પ્રાણ જાય છે. જે તારા દિલમાં રામજી ઉતરે, ને પાઉં, તે તારે મહેઠે પાડ, નહિકર આ ચાલ્યા ભારે માગે. જીવતે રહીશ, તે પાણી પારવનું પીશ. માળી–સીધે સીધું, ને વાંકે વાંકું તું નરમ થઈને બોલ છે, તો હું તને નડવાને નથી. તારી ભરછમાં આવે એટલાં ફૂલ ચૂંટી લે. ને હેંડ પછી મારી હાથે, હું તને પાણી પાઉં. વથીરામ–આ એક ફૂલ ઘણું છે. ચાલો આપણે કૂવે જઇએ. ( જાય છે, ને પાણી કહાડી, પીધા પછી, સૂવાના પાળામાં બેસે છે, તંબાકુની હાબલી કાહા છે, અને ચમચી છોડી તંબાક કરે છે) માળી–કેમ ભાઈ ! હવે તું પંડે થયો? તારા દેખાવ ઉપરથી, તું બહુ ઘારે બની ગયેલ દેખાઉં છું. પણ હવે તું મને માંડીને વાત કહે, કે કયાંથી, શા કારણ માટે તું અહીં આવ્યા . થીરામ-હવે હું ટાહાડે શીતળ થઈ ગયે, એટલે મારું સર્વ વૃત્તાન્ત કહેછું, તે સાંભળ. (તેને કાન ચીમળીને) કાન રાખજે કાહાનમ, મન રાખજે માળવે, ને શરીરનું આ ડીમચું તો અહિ પડયું છે, એટલે કાંઈ ચિન્તા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 104