________________ હીરા મંગાવેલા અને બીજા વેપારીઓએ પણ મંગાવેલા. મને દહેશત હતી કે આ લોકોની કોમ્પીટેશનમાં એટલો લાભ નહિ થાય. પરંતુ બન્યું એવું કે કસ્ટમમાં બીજા વેપારીઓનો માલ અટક્યો ને મારો માલ સરળતાથી છૂટો થયો. તે બજારમાં માલની અછતથી મારા માલના ભાવમાં ૩૦૦નો વધારો થઈને ન કલ્પલો લાભ મળ્યો ! એવો અણધાર્યો લાભ તો બીજા પ્રસંગે પણ જોવા મળે છે” આ લાભનું કારણ શું ? આ જ કે એ ભાઈની સુકૃતો કર્યો જવાની જ વૃત્તિ. સુકૃતો મોટા, તે પાંચ લાખ ખરચવાના ધાર્યા હોય ને દસ લાખેય લાગી જાય, છતાં જરાય મન બગડવાની વાત નહિ. ઊલટું બીજા સુકૃતની તક આવી હોય તો એમાં ય બે ચાર લાખ લગાડી દે. સમાજમાં આગળ આવવાની કે નામના કરવાની લેશ પણ ઇચ્છા જ નહિ. ઇચ્છા માત્ર પુણ્યોદયે કમાયેલી લક્ષ્મી કેમ સારા માર્ગે વધુ ને વધુ જાય.” માનવ જનમનો આ મોટો લહાવો લઈ લેવાનો છે. બાકી તો સંસાર, કર્મ અને મૃત્યુ લક્ષ્મીને તાણી જવાના છે. અસ્તુ તરંગવતી સાધ્વી ધર્માત્મા છે, એમ એ શરીર પર પરસેવાના મેલ અને મેલા વસ્ત્ર છતાં એવા રૂપવાન છે કે પેલી શેઠાણીને આકર્ષે છે. સાધ્વીજી કોઈ જીવજંતુ ન મરે એ માટે નીચી દષ્ટિએ ગજગામિની ગતિએ આવી રહ્યા છે. એમને શેઠાણી સામે જઈ વંદના કરી લાભ આપવા વિનંતિ કરીને હવેલીમાં લઈ આવે છે, મેવા મીઠાઈ વગેરેના થાળ આગળ કરે છે, પરંતુ સાધ્વીજીએ પોતાના જીવનમાં જે દુ:ખદ અનુભવ કર્યા છે એનાથી પોતાનું જીવનલક્ષ્ય પાકું કરીને એ એવા ત્યાગ અને સંયમના કડક પાલનમાં હોંશભેર ચડી ગયેલા છે કે એ કાંઈ અહીં લલચાતા નથી. એ તો પોતાના ત્યાગ સંયમમય જીવનને યોગ્ય અને જરૂરી તદ્દન સાદો આહાર વહોરી લે છે. શેઠાણીને સાધ્વીજીના રૂપ-લાવણ્ય પરથી આશ્ચર્ય તો થયેલું કે આ કોઈ લક્ષ્મીદેવી છે ? પણ ના, દેવતા ધરતીને અડીને ન ઊભા રહે, એમની આંખ પલકારા ન મારે, એમના ગળામાં વણકરમાયેલ માળા હોય. આમાંનું આમને કશું નથી એટલે મન વાળેલું કે આ દેવી નથી પણ માનવી સ્ત્રી છે, ખરેખર સાધ્વીજી છે. તેથી હાથ જોડી વિનંતી કરે છે, શેઠાણીની માગણી : ‘ભગવતી ! આપના નિયમને બાધ ન પહોંચતો હોય તો કૃપા કરીને અમને કાંઈક ધર્મોપદેશ આપો !" 16 - તરંગવતી