________________ લઈ જઈ ગોચરી વહોરાવીને પૂછી જ ન લઉં ?' તરંગવતી સાધ્વીનું અલૌકિક સૌંદર્ય જો જો, આ મગધ દેશના કોશલનગરના ઋષભસેન શેઠની પુત્રીનું તારણહાર બને છે. સૌંદર્યે શેઠાણી પર કામણ કર્યું. પ્ર.- રૂપ એ મારક નહિ ? ઉ.- હા, પણ પાપાત્માનું રૂપ મારક, ધર્માત્માનું રૂપ તારણહાર. ભગવાનનું રૂપ જોઈને પાપી પાવન બને છે. શાસ્ત્ર એટલા જ માટે રૂપને પણ ધર્મ-પ્રભાવનાનું કારણ કહે છે. ધર્માત્મા હોય અને રૂપવાન હોય એટલે જનારને સહેજે થાય કે “અહો ! આવા રૂપાળા તો સંસારના ભોગમાં ખૂંચેલા હોય એના બદલે હે ? આ ધર્મસાધનામાં રક્ત રહે છે !' ધર્માત્માની લક્ષ્મી પણ તારણહાર, એ જાતના ઠઠારામાં નહિ, પણ લોકોનાં ઉદ્ધારમાં જાય, ભગવાનની ભક્તિમાં જાય. આ પરથી શીખવાનું છે કે આપણે ધર્માત્મા બનીને આપણા રૂપ વૈભવ વગેરેને બીજાના તારણહાર બનાવવાના છે. વસ્તુપાલ મહામંત્રી ધર્માત્મા હતા. એમણે વૈભવને એવા બનાવેલા. એમના ઘરઆંગણે રોજ 5OO સાધુ સાધ્વીને સુપાત્રદાન અને 1500 યોગી સંન્યાસી ભિક્ષુક વગેરેને અનુકંપાદાન દેવાતું. આજના શ્રીમંતને આવી કોઈ વાત આવે એટલે ભડક લાગે છે કે “હાય બાપ ! આમ પૈસા ઉડાડી દઈએ તો તો તિજોરી સાફ જ થઈ જાય ! આમ ભડકના વિચારમાં અક્કલની ઇજારદારી ? કે અક્કલનું દેવાળું ? અક્કલનું દેવાળું એટલા માટે કે આટલું સમજવાની અક્કલ નથી કે “પૈસા આવે છે, સચવાય છે તે પૂર્વના પુણ્ય; પરંતુ મારે તો સુકૃતોના ભરચક પુરુષાર્થ કર્યો જવાના. તો જ હું સાચો પુણ્યશાળી.” એમાં વળી અહીં ઉત્કૃષ્ટભાવથી ધર્મ કરાય, એ તત્કાળ ફળે. એવા પુણ્યની ભરતી થતી આવે તો આ ઉભય લોકના પુણ્યની હયાતી છે તો ભલેને તું ધર્મમાં પૈસા ખરચે જા, પુણ્ય પાછલા બારણેથી પૈસાની ભરતી કરતું જ રહેશે. આજે એવા મારવાડના ભાગ્યશાળીઓ છે કે જે માત્ર ધર્મભાવનાથી ધર્મમાં લાખો રૂપિયા ખરચે છે છતાં એમને આવક પણ એવી ઘણી રીતે થાય છે. સુકૃતોની જ વૃત્તિનો પ્રભાવ : હમણાં એક દાનપ્રેમી ભાઈ વાત કરતા હતા કે “સાહેબ ! ધર્મનો ગજબનો પ્રભાવ મને જોવા મળ્યા જ કરે છે. દા.ત. એક વાર મેં પરદેશથી કર્મ ! તારી ગતિ ન્યારી 1 5