________________
|
ને,
-
-
મહારાજના હાથે દીક્ષા લેવાનું નક્કી થયું અને સં. ૧૯૭૦ ના માગશર સુદ ૮ ને રવિ વારને દિવસે ઉમરાળામાં મોટી ધામધૂમથી દીક્ષા મહોત્સવ થયે.
શાસ્ત્રાભ્યાસ, અને પુરુષાર્થ-જીવનમંત્ર
દીક્ષા લઈને તુરત જ મહારાજશ્રીએ તાંબર શાઓને સખત અભ્યાસ કરવામાં માંડયો; તે એટલે સુધી કે આહારાદિ શારીરિક આવશ્યકતાઓમાં વખત જતા તે પણ તેમને ખટકતો. લગભગ આખો દિવસ ઉપાશ્રયના કેઈ એકાંત ભાગમાં અભ્યાસ કરતા તેઓ જોવામાં આવતા. ચારેક વર્ષમાં લગભગ બધા વેતાંબર શાસ્ત્રો તેઓ વિચારપૂર્વક વાંચી ગયા. તેઓ સંપ્રદાયની રીત પ્રમાણે ચારિત્ર પણ કડક પાળતા. થોડાજ વખતમાં તેમની આત્માતિની, જ્ઞાનપિપાસાની અને ઉબ ચારિત્રની સુવાસ કાઠિયાવાડમાં ફેલાઈ તેમના ગુરુની મમ્હારાજશ્રી પર બહુ કૃપા હતી મહારાજશ્રી પ્રથમથી જ તીવ્ર પુરુષાર્થી હતા. કેટલીક વખત તેમને કોઈ ભવિતવ્યતા પ્રત્યે વલણવાળી વ્યક્તિ તરફથી એવું સાંભળવાનો પ્રસંગ બનતે કે ગમે તેવું આકરું ચારિત્ર પાળીએ પણ કેવળી ભગવાને જે અનંત ભવ દીડા હશે તો તેમાંથી એક પણ ભાવ ઘટવાને નથી.” મહારાજશ્રી આવા પુરુષાર્થહીનતાના મિથ્યા વચને સાંખી શકતા નહિ અને બોલી ઊઠતા કે “જે પુરુષાર્થી છે તેના અનન ભવે કેવળી ભગવાને દીઠા જ નથી. જેને પુરુષાર્થ ભાર્યો છે તેને અનંત બવ હાય જ નહિ. પુરુનાથને ભવસ્થિતિ આદિ કાંઈ નડતું નથી, તેને પાંચે સમવાય આવી મળ્યાં છે.” “પુરુદાર્થ, પુરુષાર્થને પુરુષાર્થ' એ મહારાજશ્રીને જીવનમંત્ર છે.
દીક્ષાના વર્ષો દરમ્યાન મહારાજ શ્રીએ વેતાંબર શાસ્ત્રોનો ખૂબ મનનપૂર્વક અભ્યાસ કર્યો. ભગવતી સૂત્ર તેઓશ્રીએ ૧૭ વાર વાંચ્યું છે. દરેક કાર્ય કરતાં તેમનું લક્ષય સત્યના શાધન પ્રતિ જ રહેતું.
શાસન–ઉદ્ધારને એક પવિત્ર પ્રસંગ સમયસારની પ્રાપ્તિ
સં. ૧૭૮માં શ્રી વીરશાસનના ઉદ્ધારને, અનેક મુમુક્ષુઓના મહાન પુણ્યોદયને સૂચવતા એક પવિત્ર પ્રસંગ બની ગયો. વિધિની કેાઈ ધન્ય પળે શ્રીમદભગવકુંદકુંદાચાર્ય. વિરચિત શ્રી સમયસાર નામને મહાન ગ્રંથ મહારાજશ્રીના હસ્તકમળમાં આવ્યું. સમય-- સાર વાંચતાં જ તેમના હળને પાર ન રહ્યો. જેની શોધમાં તેઓ હતા તે તેમને મળી ગયું. શ્રી સમયસારછમાં અમૃતના સરોવર છલકાતાં મહારાજશ્રીના અંતરનયને જોયાં. એક પછી એક ગાથા વાંચતાં મહારાજ શ્રીએ ઘુંટડા ભરી ભરીને તે અમૃત પીધું. ગ્રંથાધિરાજ સમયસારજીએ મહારાજ શ્રી પર અપૂર્વ, અલૌકિક, અનુપમ ઉપકાર કર્યો અને તેમના આત્મા
1
*
*
*
*