________________
कानजीस्वामि-अभिनन्दन ग्रंथ र
આત્મજીવનશિલ્પી સંતને મુંબઈ અભિનંદે છે
હે આત્મજીવનશિપી ગુરૂદેવ ! ભારતભરના મુમુક્ષુઓ દ્વારા આપનો હરક જયંતીમહોત્સવ અમારી નગરીના આંગણે ઊજવાય છે તેને અમે અમારો મહાન પુણ્યોદય સમજીએ છીએ. આજના આનંદમંગળ પ્રસંગે અમારાં ઉરઅંબજને વિકસાવવા માટે આપને જ્ઞાનભાનુ નિરંતર ઉગ્રપણે પ્રકાશતો રહે એવી આંતરિક ઊર્મિઓ અને શુભ ભાવનાનાં સુમન અત્યંત ભક્તિભાવે આપનાં પાવન ચરણેમાં અર્પણ કરીએ છીએ.
આપ બાલબ્રહ્મચારી છતાં મુક્તિરમણ વરવાના કામી છે, ક્ષમાસાગર હોવા છતાં ક્રોધાદિ શત્રુ ઉપર વિજય પ્રાપ્ત કરનાર છે, નિર્માની હોવા છતાં ત્રિભુવનનું માન જેમને મળે એવા અપૂર્વ પદના આરાધક છે, નિર્લોભી છતાં ચેતન્યસંપદાના સંગ્રાહક છે, અહિંસક હોવા છતાં વિકાસના નાશક છે, કોમળ સ્વભાવના ધારક છતાં કષાય પ્રત્યે કઠોર છે, પરપદાર્થના અને નિશ્ચયે વિકારના અકર્તા હોવા છતાં શુદ્ધાત્મક પરિણતિના કર્તા છે, પૌગલિક સંપત્તિના ત્યાગી હોવા છતાં આમિક સંપત્તિના ભેગી છે, નિવૃત્તિમય જીવનના ધારક હોવા છતાં સ્વસમયમાં પ્રવૃત્તિ કરનાર છે, લૌકિક વસ્તુનું દાન નહિ આપનાર હોવા છતાં અલૌકિક જ્ઞાનના દાતાર છે. અખંડ પ્રતાપવંત સ્વાતંત્ર્યથી શોભાયમાન એવા ચૈતન્યસ્વરૂપની ઉપાસના વડે નિસ્તરંગ ચૈતન્યસંગમાં અભંગ છલંગ મારનાર છે સંત ! આપ અમારા ઉપર એવી કૃપા કરો કે જેથી અમારા ભવને અંત આવે.
હે આત્મજીવનશિપી સંત ! અમારાં જીવનનું એવું આશ્ચર્યકારી ઘડતર આપ કરે છે કે જેથી અમારું જીવન શરીર વગરનું હોય, વિકાર વગરનું હોય, ને આત્મિક આનંદથી ભરપૂર હોય. આવા અત્યુત્તમ આત્મજીવનની અમને શીધ્ર પ્રાપ્તિ થઈ જાય એવી હાદિક પ્રાર્થનાપૂર્વક આપને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ.
હે ગુરુદેવ ! ક્ષેમકુશળદ્વારા ચૈતન્યચિંતામણિમાં રમતાપૂર્વક આપ શિવપદના સાધક બને, આ રીતે આત્મસાધનાની પૂર્ણતાદ્વારા આપ માત્ર અમારા જ નહિ, આ લોકના જ નહિ પણ ત્રણ લોકના સર્વે ના અભિનંદનને પાત્ર બને; અને સુરેન્દ્રો, નરેન્દ્રો ને મુનીન્દ્રો આપશ્રીને અભિનંદન કરતા હોય ત્યારે અમે સેવે પણ આપશ્રીનું અભિનદન કરવામાં ઉલસિન ભાવે સામેલ હોઈએ એવી ભાવના ભાવીએ છીએ, ને એ પાવન અવસરની આનંદકારી સ્મૃતિપૂર્વક આપશ્રીને હાદિક ભક્તિભીની ઊમિએથી અભિનંદીએ છીએ.
– મણિલાલ જેઠાલાલ શેઠ (પ્રમુખ, શ્રી દિ. જૈન મુમુક્ષુમંડળઃ મુંબઈ)