________________
*************
હર્ષાનંદના દીવડા પ્રગટાવીએ છીએ
[ શાન્તાબેન મણિલાલ ખારાઃ સેાનગઢ ] *
‘પૂજ્ય એન ” એવા ટૂંકા બહુમાનસૂચક નામથી જેએ સમસ્ત સુમુક્ષુમંડળમાં ઓળખાય છે, તે પૂજ્ય એન શાન્તાબેનના હૃદયાદુગારા આ લેખમાં વહે છે. તેમણે ભતિભીના આનંદિત હૃદયે પ્રગટાવેલા આ માંગલિક દીવડા પૂજ્ય ગુરુદેવના પવિત્ર આત્માનું અને તેમના અનેકવિધ મહિમાનું યથાસ્થિત દિગ્દર્શન કરાવે છે. નિજકલ્યાણાથી એ આ લેખના લાવા હૃદયમાં કોતરવા યાગ્ય છે.
હે પરમકૃપાળુ ગુરુદેવ ! ઉપકાર છે, આપનાં ચરણમાં નમસ્કાર હેા.
✩
આપના આ સેવક ઉપર અનંત અંનત આ દાસના અત્યંત ભક્તિ-ઉલ્લાસથી
હૈ જ્ઞાની ગુરુદેવ ! આપની જ્ઞાનશક્તિ અગાધ છે, આપનું સમ્યક્ શ્રુતજ્ઞાન અોડ છે, આપનુ સમ્યાન ભારતભરમાં ફેલાયેલું છે.
હે ગુરુદેવ ! આપની ચૈતન્યરસ-ઝરતી વાણીમાં એટલી ભીડાશ છે કે સાંભળતાં તૃપ્તિ થતી નથી. આપની વાણીમાં મધુરતા ને દિવ્યતા છે. મધ્યસ્થ જીવા પણ આપની વાણી સાંભળતાં થંભી જાય છે. આપની વાણીનું મૂલ્ય આંકી શકાય એમ નથી.
આપ જ્યારે સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, પંચાસ્તિકાય, પદ્મન દિપ’વિંશતિ, સ્વમીકાર્તિકેય-અનુપ્રેક્ષા, ધવલ, જયધવલ આદિ શાસ્ત્રોમાંથી સૂક્ષ્મ વિષયેા ઉપર સૂક્ષ્મ ન્યાયે પ્રકાશે છે, ત્યારે આપના જ્ઞાનઉપયાગ એવા લાગે છે કે જાણે ઉપયોગ આત્મા સાથે કેલિ કરતા હાય,-આત્મા સાથે રમતા હાય અને જાણે અંદરથી જ્ઞાન-બગીચા ખીલી ઊઠચે હાય !–એવી ભારે અર્ચિત્યતા દેખાય છે.
હે ગુરુદેવ ! આપે સમ્યક્ રત્નત્રયના માગ સ્વયં આરાધીને ખીજાને તે માગ ચારે બાજુથી સ્પષ્ટ કરીને ખતાન્યા છે, આપ નીડર નિય પરાક્રમધારી છે, વીરમાને પેાતે સ્વયં નિઃશંકપણે પ્રકાશ્યા છે.