________________
कानजीस्वामि-अभिनन्दन ग्रंथ
听听听听听听听听听听听听$$ $ $$ $$ $$ $ 55
ET સત્ય સ્વરૂપનો દઢતાપૂર્વક પ્રકાશ કર્યો, વીરને માર્ગ પોતે સ્વયં આરાધી, જ ભારતના જીવોને સમજાવી ઉપકાર કર્યો. તેથી હે ગુરુદેવ! આપ ભારતના ભાનુ
છો. આપ જેવા દિવ્ય પુરુષને આ ભારતમાં અવતાર થયો તેથી આ ભરતક્ષેત્ર ભાગ્યશાળી છે. જેમને ત્યાં આપનો જન્મ થયે તે માતા-પિતાને ધન્ય છે. આપ
જ્યાં વસ્યા તે ભૂમિને ધન્ય છે. ગુરુદેવ જ્યાં વસે છે તે ભૂમિનાં રજકણ-રજકણને ધન્ય છે. ગુરુદેવ જ્યાં વસે છે તે ક્ષેત્રનું વાતાવરણ અનેરું છે.
પરમપ્રતાપી ગુરુવે આ પામર સેવક ઉપર અનંત અનંત ઉપકાર કર્યો છે.
અહો! અહો ! શ્રી સશુ, કરુણસિંધુ અપાર;
આ પામર પર પ્રભુ! કર્યો, અહા! અહો! ઉપકાર.”
ગુરુદેવના ઉપકારનું શું વર્ણન થાય? ગુરુદેવના ગુણોનું બહુમાન * હૃદયમાં હો! ગુરુદેવનાં ચરણકમળની સેવા હૃદયમાં હો!
ગુરુદેવનાં ચરણકમળમાં પરમભક્તિથી વારંવાર વંદન-નમસ્કાર કરી આ વિશાખ સુદ બીજના માંગલિક જન્મ-મહોત્સવ પ્રસંગે શ્રી ગુરુદેવને ભક્તિ યુપથી વધાવીએ છીએ, આનંદ-ઊર્મિના સાથિયા પૂરીએ છીએ.
$$ $$乐乐 乐乐 乐乐 $ $$ 乐乐 乐乐 乐乐 乐乐 乐乐 $1.
નિત નિત આનંદમંગળની વૃદ્ધિના કારણભૂત મંગળમૂર્તિ ગુરુદેવને પુનિત પ્રતાપ જયવંત છે! ગુરુદેવના પ્રભાવ અને ચૈતન્યઋદ્ધિનીવૃદ્ધિ હો !
શ્રી વીરશાસન જયવંત છે !