________________
+--
RE E F G F G H R
कानजी स्वामि-अभिनन्दन ग्रंथ
આનંદ-ઊમિના સાથિયા પૂરીએ છીએ [ચંપાબેન જેઠાલાલ શાહ ; સેાનગઢ]
*
- પૂજ્ય બેનશ્રી ’એવા ટૂંકા બહુમાનસૂચક નામથી જેએ સમસ્ત સુમુક્ષુમ‘ડળમાં આળખાય છે, તે પૂજ્ય બેનશ્રી ચ’પાબેનના હૃદયે ગારો આ લેખમાં વહે છે. તેમણે ભકિતભીના આનદિત હૃદયે પૂરેલા
આ માંગલિક સાથિયા પૂજ્ય ગુરુદેવના પવિત્ર આત્માનું અને તેમના અનેકવિધ મહિમાનું બરાબર યથાસ્થિત દિગ્દર્શોન કરાવે છે. નિજન કલ્યાણાર્થીએ આ લેખના ભાવા હ્રદયમાં કોતરવા યોગ્ય છે.
હે પરમકૃપાળુ ગુરુદેવ ! આપના ગુણેાના શું મહિમા કરું! આપના ઉપકારનું શું વર્ણન કરું! અસલી સ્વરૂપનું જ્ઞાન આપનાર અપૂર્વ મહિમાના ધારક શ્રી ગુરુદેવના ચરણકમળની સેવા-ભક્તિ નિરંતર હૃદયમાં વસી રહે. પરમ-પરમ-ઉપકારી શ્રી ગુરુદેવનાં ચરણકમળમાં આ સેવકના વારવાર ભાવ ભીની ભક્તિથી કેાટિકેટ વંદન હો, નમસ્કાર હૈ.
હે ગુરુદેવ! આ ભરતખંડમાં આપ વર્તમાન કાળે અજોડ દિબ્ય મહાન વિભૂતિ છે, દિવ્ય આત્મા છે. આપે આ ભરતખ'ડમાં અવતાર લઈને અનેક જીવાને ઉગાર્યા છે, સમ્યક્ષથે દોર્યાં છે.
આપનુ` અદ્ભુત શ્રુતજ્ઞાન ચૈતન્યને ચમત્કાર ખતાવે છે, ચૈતન્યની વિભૂતિ બતાવે છે, ચૈતન્યમય જીવન બનાવે છે. આપના આત્મદ્રવ્યમાં શ્રુતસાગરની લહેર ઊછળી રહી છે, આત્મપર્યાયામાં ઝગમગતા જ્ઞાનદીવડા પ્રગટી રહ્યા છે-જે આત્મદ્રવ્યને પ્રકાશી રહ્યા છે. આપનું આત્મદ્રવ્ય આશ્ચય ઉપજાવે છે.
હે ગુરુદેવ! આપના મુખકમળમાંથી ઝરતી વાણીની શી વાત ! તે એવી અનુપમ-રસભરી છે કે તે દિવ્ય અમૃતનું પાન કરતાં તૃપ્તિ થતી નથી. આપની સૂક્ષ્મ વાણી, ચમત્કાર ભરેલી વાણી ભવને અંત લાવનારી છે, ચૈતન્યને ચૈતન્યના જ્ઞાનમહિમામાં ડુબાડનારી છે. સૂક્ષ્મ અર્થોથી ભરપૂર, અપૂર્વ રહસ્યવાળી, અનેકવિધ મહિમાથી ભરેલી ગુરુદેવની વાણી છે.
સુવર્ણ સમાન નિમ ળતાથી શૈાભાયમાન, સિંહસમાન પરાક્રમધારી એવા ગુરુદેવે અનેક-અનેક શાસ્ત્રોનું મધન કરી, એકાકી પુરુષાર્થ કરી, આત્મમાગ ને
5555555555555555