________________
10 कानजीस्वामि-अभिनन्दन ग्रंथ पर
આપણા ગુરુદેવની હીરક જયંતીને પ્રસંગ એ મહાન આનંદને પ્રસંગ છે; આપણા ઉપર તેઓશ્રીના મહાન ઉપકાર છે; કઈ રીતે તેમને અભિનંદીને? આત્માના અનુભવને ઉપદેશ આપીને તેઓશ્રી જીવનનું મુખ્ય કર્તવ્ય સમજાવે છે. સંસારના ગમે તેવા કવેશ તેઓશ્રીની ચરણછાયામાં આવતાં જ અદશ્ય થઈ જાય છે. તેઓમીની સાથે તીર્થધામની યાત્રા કરતાં જીવનમાં જે હર્ષોલ્લાસ થાય છે તે કદી ભૂલાય તેમ નથી. સદાય આ રીતે ગુરુદેવની સાથે જ રહીએ ને તેઓશ્રીએ બનાવેલા આત્માને ઓળખીને આત્મહત સાધીએ-એવી ભાવનાપૂર્વક ગુરુદેવના ચરણોમાં શ્રદ્ધાંજલિ આપું છું.
– મોહનલાલ કાળીદાસ જસાણ ધિક્ષણ દેશની યાત્રામાં સંઘપતિ તરીકે ગુરુદેવની સાથે શેર કી મેહનલાલભાઈ જસાણીએ મોટરમાં કરાડથી પૂના તરફ જતાં વચ્ચે રસ્તામાં આ શ્રદ્ધાંજલિ આપેલ, પરંતુ એ પ્રસિદ્ધ થાય ત્યાર પહેલાં તે (બીજે દિવસે જ) તેમને સ્વર્ગવાસ થઈ ગયે; તેની અહીં સખેદ નોંધ લઈએ છીએ-સં.]
“શિવ(મુક્તિ)રમણી રમનાર તું, તુંહી દેવને દેવ”
સુંદર રૂપવાન અને સુદઢ શરીર ધરાવત, ખાનદાન કટુંબમાં ઊછર, ધીકતી વેપારી પેઢી ચલાવતા, વીસ વર્ષની પૂર યુવાવસ્થામાં મહાલતે અને યુવાન સંસારની રમણી સાથે રમવાની ભાવના ભાવતો હેય. તેવા કાળમાં તે સર્વ અંગે જે યુવાનને સાંપડયા હોવા છતાં, એક દિવસ તેના ગામમાં ‘રામલીલા' આવે છે તે જોવું તે જાય છે. તેમાં રામ તથા લકમણના પાઠ ભજવનાર બે બાળકોને સુંદર બોધપ્રદ સંવાદ અને વૈરાગ્યમ” હાવભાવ સહિતના વૈરાગ્યપ્રેરક કાપે તે સાંભળે છે. તે ઉપરથી તેને વૈરાગ્યની ખુમારી પ્રગટે છે. મેહમય વાતાવરણમાં નિહિતાના વિચારો ર છે. લૌકિક પેકીને છોડીને અલૌકિક પરમેશ્વરી પેઢી ચલાવવાને પુરુષાર્થ જાગે છે અને અંતરમાં સમસ્ત સંસાર પ્રવે ઉદારસીનતાની ધૂન લાગે છે. તે ધૂનમાં ને ધૂનમાં તેને કાવ્ય રચનાની પ્રેરણા મળે છે અને તેથી બાર પંકિતનું એક કાવ્ય રચી કાઢે છે. તેની પહેલી પંકિત છે—
શિવ મુકતિ) રમણી રમનાર તું, તું હી દેવને દેવ.” આમ પૂર યુવાવસ્થામાં મુકિતરામણી સાથે રમવાના ભણકાર અંતરમાં ઊઠે, દેવાધિદેવ બનવાના કેડ જાગે એ કેટલું વિસ્મયકારી લાગે છે? છતાં તેને જીવનમાં સંપૂર્ણપણે વણી લઈ, પ્રશ્ન તેવું અલૌકિક વૈરાગ્યમ ય અનુકરણીય જીવન જીવી બતાવે તે પુરુષ અન્ય કોઈ ની પણ પરમ પૂજય આત્મજ્ઞ સંત શ્રી કાનજી સ્વામી
આપણા મહાનુપુpદવે અને સદ્ભાગ્યે આપણને તેએાઢીને પેગ પ્રાપ્ત થશે છે એ અત્યંત ગૌરવ લેવા જેવું છે. તેથી આપણને સૌને મુકિતરમની સાથે રમવાના અને દેવાધિદેવ પદ પ્રાપ્ત કરવાના દિવ્ય સંદેશાઓ નિરંતર ઉલ્લાસિત ભાવે આપી રહ્યા છે તે માટે તેઓશ્રી આપણા સૌના અભિનંદન અને અભિનંદનને પાત્ર છે. તેને સર્વત્ર, સર્વદા, સર્વથા જય ! તેઓશ્રી આપણા જીવનના ધ્રુવ તારા બની, તથા સંસારસાગરમાં આપણું જીવનનાવ મેહરાગઢ પાદિ ભાવના ખરાબે ન ચડી જાય એ માટે દીવાદાંડીરૂપ બની બોપાટણ પહોંચવા માટે સદાય માર્ગદર્શન આપતા રહે એવી અંતરની ભાવનાપૂર્વક તેમને અત્યંત ભકિતભાવે વંદન હો! : ૮
–ખીમચંદ જે. શેઠ. સોનગઢ