________________
- :
, ,
कानजीस्वामि-अभिनन्दन ग्रंथ
સંસ્મરણે અને શ્રદ્ધાંજલિ [વૃજલાલ જે. શાહ B. E. વાંકાનેર]
પરમ પૂજય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીને પ્રથમ પરિચય કરવાનું દર્શન કરવાનું–સદ્ભાગ્ય મને આજથી લગભગ ૪૮ વર્ષ પહેલાં પ્રાપ્ત થયું હતું. સંવત ૧૯૭૨ની સાલમાં પૂ. ગુરુદેવ વઢવાણ શહેરમાં પધારેલા અને સુંદર વાના ઉપાશ્રયમાં ઉતર્યા હતા. તે વખતે તેઓશ્રીન (સ્થાનકવાસી સંપ્રદાયના) દીક્ષાગુરુ શ્રી હીરા મહારાજ હયાત હતા. અને પૂ. ગુરુજીવને હજી તાજી જ દીક્ષા હતી તેથી તેઓ વ્યાખ્યાન વાંચતા નહિ પણ ઉપાશ્રયના એક એકાંત ભાગમાં બેસી સ્વાધ્યાય કરતા.
તે વખતે મારી વય ફકત બાર વર્ષની હતી. અને દરિયાપરી ઉપાશ્રયની જૈનશાળામાં હું અભ્યાસ કરતે. તે વખતે અમારી સરખે સરખા વિદ્યાર્થીઓની એક ટોળી-મંડળી હતી. અમે બધા સ્થાનકવાસી સંપ્રદાયના શ્રી ગુલાબચંદજી નામના સાધુના ચુસ્ત અનુયાયીઓ અને ભકત હતા. શ્રી.ગુલાબચંદજીને અમે ભગવાન શ્રી મહાવીરની આજ્ઞા પ્રમાણે ચારિત્ર પાળનાર સાચા સાધુ માનતા. સાચા સાધુને ઉપાશ્રયમાં ઉતરાય નહિ. પાટ પાટલા ખપે નહિ, ત્રણ પાતરાં અને ત્રણ કપડાંથી વિશેષ રખાય નહિ. આનાથી વિરુદ્ધ આચરણ કરનાર બધા કુસાધુ અને પાસસ્થા છે એમ અમે શ્રી ગુલાબચંદજીના ઉપદેશથી માનતા થયા હતા. આ શી ગુલાબચંદજીએ અમને સાધુની પરીક્ષા કરવા માટે અમુક પ્રશ્ન શીખવાડેલા, એ પ્રશ્ન અમે કોઈ નવા આવેલા સાધુને પૂછતા અને જો અમારો માની લીધેલ જવાબ મળે તે અને તે સાધુને કાંઈક ઠીક માનતા, નહિતર તેને ફસાધુ કે પાસથ્થા કહેતા.
અમે સાંભળ્યું કે શ્રી હીરાજી મહારાજના કોઈ એક નવા શિખ્ય શાસ્ત્રના બહુ જ અભ્યાસી છે, જેથી • અમે તેઓશ્રીની પરીક્ષા કરવા અને શ્રી ગુલાબચંદજીએ શીખવાડેલા પ્રશ્ન પૂછવા તેમની પાસે એક વખત રાતે લગભગ આઠેક વાગે ગયા અને શ્રી ગુલાબચંદજીએ શીખવાડેલ એક પ્રશ્ન અમોએ તેઓશ્રીન પૂછયો. જવાબ અમારી ધારણાથી વિરુદ્ધ આવ્યો એટલે અમાએ કહ્યું કે “નહિ, મહારાજ આપની વાત બરાબર નથી.” એટલું સાંભળતાની સાથે જ તેઓશ્રી દઢતાપૂર્વક બોલી ઊઠયા કે “તમે આ શું બોલે છા? તમને ખ્યાલ છે કે અનંત તીર્થકરોની અનંત જ્ઞાનીઓની વાણીની તમા વિરાધના કરી રહ્યા છે.” આ શબ્દો એટલા જારપૂર્વક અને એટલા મારપૂર્વક નીકળ્યા કે અમે તે ડઘાઈ જ ગયા અને વધુ ચર્ચા કરવાની અમારી હિંમત જ ચાલી નહિ. સાધારણ સાધુને તે અમે ચર્ચામાં મુંઝવી દેતા. અમને ઘણાખરાને એટલી નાની ઉમરમાં પણ શ્વેતાંબર સંપ્રદાયનું આખું દશ વૈકાલિક સૂત્ર અને ઉત્તરાધ્યયન સૂત્રનાં કેટલાંક અધ્યયને મુખપાઠ હતા. છકાયના બેલ, નવ તને, ગત્યાગતિ, કર્મ, પ્રકૃતિ, દંડક આદિ કડા કંઠા હતા. એટલે કોઈપણ સાધુ સાથે ચર્ચા કરતાં અમે દબાતા નહિ, પણ પૂ. ગુરુદેવના મુખથી ઉપરનું એક જ વાક્ય એવી રીતે અને એવા વીર્ય પૂર્વક નીકળ્યું કે એક શબ્દ પણ સામે ઉચ્ચારવાની અમારી હિંમત જ ન રહી. વિશેષ પરીક્ષકથકત તે તે વખતે અમારામાં હતી નહિ પણ એ ટૂંક પરિચયથી પણ એ વખતે એટલું તો જરૂર લાગ્યું કે, “આ કોઈ અજબ વ્યકિત છે.” અને એ વાતને આજે ૪૮ વર્ષનાં વહાણાં વાઈ ગયાં છતાં હજા જાણે ગઈ કાલે જ બની હોય તેમ સ્મૃતિપટ પર તરવરે છે.
' તે પછી પૂ. ગુરુદેવને વિશેષ પરિચય કરવાનો અને તેમાંથી જે વાત કહેતા તેને હદયગત કરવાને અચ તો સંવત ૧૯૮૨માં સાંપડશે. તે વખતે તેઓશ્રીનું વઢવાણ શહેરમાં અનુર્માસ હતું અને હું બી. ઈ.ની
જો
કે
' ની
A.