________________
ㄊㄚ
શ્રીમદ્ રાજચંદ્રના હ્રદયમાં શુદ્ધ આત્માની આરાધનાપૂર્વક સતત એક જ વેદના અને કરણામય ઝંખના રહ્યા કરતી હતી કે શ્રી વીતરાગ-જિનેશ્વરદેવના મૂળભૂત રહસ્યાત્મક પરમાર્થ પ્રાપ્ત કર્યા સિવાય કોઈપણ રીતે જગતના જીવો પારમાર્થિક શાશ્વત સુખ પામી શકે તેમ નથી. તેઓશ્રીના જીવનકાળમાં પણ જીવાને એકલી પરમાર્થની જ જિશાસા ઉદ્ભવે અને જીવો પરમાર્થનું મહાત્મ્ય સેવી તેની જ ઝંખના લેતા થાય તેવા વિચફણતાભર્યા ઉપદેશ તેઓ કરી ગયા છે. પરમાર્થ જેમાં પ્રાયે લાપ પામેલ હતો એવા તે વિષમ કાળમાં, સત્ય, પ્રયોજનભૂત, કેવળ હિતકારી, મૂળ તાત્ત્વિક પરમાર્થ પામવા માટે સત્ચાઓના રસ્તાને વ્યકત કર નેવા સત્પુ રુષને ગાતા- તેવી પત્રે પત્રે તેઓએ ભલામણ કરી છે અન જણાવ્યું છે કે “જીવંત સત્પુરુષ તે જ આ જીવના કલ્યાણના માર્ગ દર્શાવનાર ક્લ્યાણકારી ગુચ્છ છે, "
હવે અત્યારે મંગળમય સાક્ષાત જીવંતમૂતિ સત્પુરુષ શ્રી કાનજીસ્વામી પાતાની અપૂર્વ પ્રભાવિક વાણીથી જગતને તે જ વાસ્તવિક પરમાર્થ સંબોધી રહ્યા છે. એ રીતે જાણે પૂર્વના વૃદ્ધ આચાર્યનું પેટ ખેાલતાં સાથેસાથ શ્રીમદ્ના અંતરની પરમાર્થ સંબંધી ભાવના પણ તે પૂરી કરી રહ્યા છે.
પરમકૃપાળુ સત્પુરુષ શ્રીમદ્ રાજચંદ્રજી લખે છે કે, “માત્ર દ્રષ્ટિકી ભૂલ હૈં, ભૂલ ગયે ગત અધિ.’ “નિમિત્તાધીન ફ્રી ક્રરી વૃત્તિ ચિલત થઈ જાય છે, તે ન થવા ગંભીર ઉપયોગ રાખ." ગુરુદેવ પણ એ વે છે કે જીવને આટલો જ પ્રથમ પુરુષાર્થ ફોરવવા યોગ્ય છે કે માત્ર દ્રષ્ટિ ફેરવ, નિમિાધીનદૃષ્ટિ છે, ને સ્વભાવદ્રષ્ટિ કર. પરલક્ષીને બદલે સ્વલક્ષી થા. ટૂંકમાં પર્યાયદ્રષ્ટિને બદલે દ્રવ્યદ્રષ્ટિ કર.
“આમ દૃષ્ટિ ઐતરમાં ફેરવ, પરમાર્થની રુચિ ક" એવા જયંત મૂળભૂત માર્ગની ઘોષણા કરનાર અને મુમુના હ્રદયનાં તારને હલાવી કલ્યાણમાર્ગે દોરનાર મંગળમૂતિ સદ્દગુરુદેવ મી કાનજીસ્વામીને અમારા કાટી કોટી વંદન થા!
—શ્રી. દિ. જૈન મુમુક્ષુ મંડળ (મમરેલી)
✡
આ કાળે આ ક્ષેત્રે આપની ૭૫મી જન્મજ્યંતિ મહોત્સવ યોગ્ય રીતે ઊજવવા અમારા જેવા દેશવિદેશના નરો મુમુક્ષુઓ તેમ જ અન્ય ભવ્યાત્માઓ ભાગ્યશાળી થયા છે, તેથી અમને અત્યંત પ્રમાદ સાથે રોમાંચ ખડા થાય છે. આપ જેવા ગુરુપ્રતાપે અમારા પુણ્યો જાગૃત અને જોરદાર છે તેની આ પ્રસંગથી વાસ્તવિક પ્રતીતિ થાય છે. આપ જેવા મહાત્માના હીરકમહોત્સવ ઊજવવા તે મુમુક્ષુજીવનનો એક અનેરો મહત્વપૂર્ણ પ્રસંગ ગણાય.
અમારા ઉપર આપના વ્યકિતત્વના અને જીવનપ્રતિભાના ઘણો જ પ્રભાવ છે. આપે જ અમોને શાનચક આપેલ છે. કુળમાં જન્મેલ હોવા છતાં પણ મિથ્યાત્વરૂપી અંધકારમાં રખડતા અમાને આપે સમા બતાવીને ઉગાર્યા. શુભમાવનાને ધર્મનું કારણ માની અને કેવળ શારીરિક ક્રિયાને ક્ષમાર્ગ માની, અમે કેવળ મિથ્યાત્વને પાપી પ્રતિક્ષણે સંસારને વધારી રહ્યા હતા. આ ભયંકર અશાનમાંથી આપે બચાવ્યા અને અનેક મુમુક્ષુઓના જીવનને સન્માર્ગ તરફ વાળ્યા. આપશ્રીના આવા મહાન ઉપકારના સ્મરણપૂર્વક આપને અભિનંદીએ છીએ.
-વકીલ કેશવલાલ ડી. શાર્ક, (ધ્રાંગધ્રા)
*
D