________________
શેઠશ્રી નાનાલાલભાઈ જસાણીના
ઉદ ગા રો
મુરબ્બી શેઠશ્રી નાનાલાલભાઈ જો કે આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેઓશ્રીએ એકવાર પિતાના કુટુંબ-પરિવાર સમક્ષ ગુરુદેવની ભક્તિ સંબંધી જે ઉદ્દગારો કાઢેલા અને પિતાના પરિવારને પણ સેનગઢ જઈને વિશેષ લાભ લેવાની જે ભલામણ કરેલી તે ઉપરથી તેમના અંતરની લાગણીઓનો
ખ્યાલ આવી શકે છે. અહીં તેમના એ ઉદ્યારે જ હીરક જયંતીની કદ્ધાંજલિરૂપે આપવામાં આવ્યા છે.
-સંપાદક.
મને શ્રીમદ્ રાજચંદ્રજીના મુંબઈમાં દર્શન થયા અને તેઓની સાથે વીસેક દિવસ તેમના ઘરમાં રહ્યો હતે. તેઓના ધર્મને ઊંચામાં ઊંચો બંધ હતો. હમેશા રાત્રે આયામિક રતન અપૂર્વ શાંતિ થી જોયા કરતા. ત્યારથી તેઓ તરફ મારી પૂબ વિ શાસા થઈ કે તેના પર તકો વાંચું અને તેમાંથી બેધ મેળવું. રંગુનમાં હંમેશ કલાક કલાક વાંચતે હતું અને મનમાં થતું હતું કે આવા ગુરુ કયારે મળે! ૧૯૮૯ની સાલમાં અમરેલી પરમ પૂજ્ય મહારાજ સાહેબ કાનજી ૨વામીને પરિચય થતાં ખાતરી થઈ કે જે કામ કહે છે તે જ આ કહી રહ્યા છે. ત્યારથી જ મેં તેને મારા ગુરુ થાયા. તો બધાએ પણ જયારે જયારે વખત મળે ત્યારે સોનગઢ જવું અને વિશેષ વિશેષ લાભ લેવા તેમ ભલામણ છે.
અમરેલી શેઠ રામજી હંસરાજે મને બોલાવ્યો ત્યાં પરમ પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીને સરાગ થયો ત્યારે મને ખાતરી થઈ કે જે ગુરુની શોધમાં હતા તે જ ગુરુ મળી ગયા. ત્યારથી તેમના સત્રાંગમાં રહેવાને વિશેષ વિશેષ પ્રયાસ કરવા માંડે.
અને સં. ૧૯૯૪માં તેઓ સેનગઢ બિરાજતા હતા ત્યારે સ્વાધ્યાય મંદિરની પ્રતિષ્ટા હતી. તે જ વખતે મને થયું–આ તે છે કે સ્થાનકવાસીવાળા છે, મને અહીં દેરાસર બાંધવાની આજ્ઞા આપે? પણ ૧૯૯૫માં પૂજય ગુરુદેવ રાજકોટ પધાર્યા ત્યારે બેને તથા ભાઈઓની ઈરછા થઈ કે સેનગઢમાં દેરાસર બંધાવીએ. અને મેં જ તેઓશ્રીને વિનંતી કરી. સં. ૧૯૯૬માં તેની શરૂઆત કરાવી અને ૧૯૯૭માં તેની પ્રતિષ્ઠા થઈ. મારી તબિયત તે વખતે નરમ હતી પણ ઉત્સાહ ઘણે એટલે દેરાસરની પ્રતિષ્ઠામાં પૂરો ભાગ લીધો. ત્યાર પછી ૧૯૯૯બાં રાજકોટ પધાર્યા. ૯૫માં દશ મહિના રહ્યા હતા અને ૯૯માં લગભગ નવેક મહિના રહ્યા હતા. અને તેઓને
ધ સાંભળી અમને અને આખા કુટુંબને તેમના પ્રત્યે બહુ બહુ માન ઉપજ્યું હતું, તેવું માન તો સહુને ઉત્પન્ન થાએ તેવી મારી ભલામણ છે.
Ex.
3
;