________________
બોટાદ મુમુક્ષમંડળ ગુરુદેવને અભિનંદન પાઠવે છે
પરમ કૃપાળુ ગુરુદેવ જેવા મહાન સંતપુરુષને એગ છે તે મુમુક્ષુવાના મહાભાગ્ય છે. તેઓશ્રીનો પ્રભાવના ઉદય એ અલૌકિક છે કે સૌરાષ્ટ્રભરમાં જ્યાં દિગમ્બર ધર્મનું નામનિશાન ન હતું ત્યાં હૈડા કાળમાં ઘણુ સ્થળે ભવ્ય દિગમ્બર જિનમંદિરે તથા સ્વાધ્યાય મંદિરે થયા અને દિગમ્બર જૈનધર્મના જયનાદથી સૌરાષ્ટ્ર ગાજી ઊઠયું. અને સૌરાષ્ટ્ર બહાર રનમ ભારતમાં ત્યાં રૂઢિગત દિગમ્બર જૈનધર્મ ચાલ્યા આવે છે ત્યાં પણ શાસ્ત્રનું રહસ્ય સમજવીન, દિગમ્બર સંતાનું હાર્દ બતાવીને અને દિ. જનધમનો ખરો મહિમા સમજવીને હજારો ભવ્ય જીવાને સાચા અભિપ્રાય તરફ વળ્યા છે. તેઓશ્રીના પ્રતાપે સમગ્ર ભારતમાં સનાતન દિ. જૈન ધર્મની દિન પ્રતિદિન ઉન્નતિ થઈ રહી છે. અત્યારે સમગ્ર ભારતમાં તેમનો પ્રભાવ અજોડ છે.
બોટાદ--એ ગુરુદેવનો વિશેષ લાભ મેળવવામાં પહેલેથી ભાગ્યશાળી બન્યું છે. "ગુરુદેવની પ્રવચનશૈલી પહેલેથી જ અનોખી છે. સિદ્ધાંતના ઊંડા રહસ્ય ખોલવાની તેમની શક્તિ અલૌકિક છે. તેઓશ્રીએ સાનગઢમાં સંવત ૧૧ ના ચૈત્ર સુદ તેરસે સંપ્રદાયપરિવર્તન કર્યા પછી લગભગ ત્રણ માસ મુ. શ્રી રાયચંદભાઈ ગાંધીના અગ્રેસરપણું નીચે ૬૦ જેટલા ભાઈ-બહેનોના સંધ તેઓશ્રીના દર્શનાર્થે ગયા હતા. આ રીતે સોનગઢ જવામાં પહેલી પહેલ બોટાદ સંઘે કરી હતી. હવે તે સેનગઢ મહાન તીર્થધામ થયું છે. હિરક જયંતી પ્રસંગે બેટાદસંધ ભક્તિપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.
–દિ. જૈન સંઘ, બોટાદ.