________________
कानजीस्वामि-अभिनन्दन ग्रंथ
અમદાવાદ મુમુક મંડળ ગુરુદેવને અભિનંદન પાઠવે છે
સતપથપ્રદર્શક આધ્યાત્મિક સંત પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામીની ૭૫મી જન્મજયંતીનો હીરક મહોત્સવ ઊજવતાં ઉલાસ અનુભવીએ છીએ અને અતિ નમ્રભાવે આનંદસહ અભિનંદન આપીએ છીએ.
પૂ. ગુરુદેવ જેન શાસનના પુનિત ગગનમાં ચૈતન્યભાનુ સમા શોભી રહ્યા છે, અને તેઓશ્રીની પવિત્ર મુદ્રા ચાન્યતેજથી ઝળકી રહી છે; અને તેઓશ્રીની પાવનવાણી આત્મિકશૌર્યના ઝણઝણાટથી ભરેલી છે. ભવ્યજીને સન્માર્ગ દેખાડીને તેઓશ્રીએ મહાન ઉપકાર કર્યો છે.
તેઓશ્રીનાં પ્રવચનો સાંભળતાં અને પરિચય કરતાં મુમુક્ષુઓને નિઃશંક લાગે છે કે આત્મકલ્યાણ કરવા માટે ને સંસાર સમુદ્રથી પાર થવા માટે પૂ. ગુરુદેવશ્રી બતાવે છે તે જ એક ભાગ છે, ને આપણે તે જ માગે જવાનો પુરુષાર્થ કરવાનો છે. તેઓ કહે છે કે-હે ભવ્ય! તારો આત્મા નમાલે નથી પણ સિદ્ધપરમાત્મા જેવા સંપૂર્ણ સામર્થ્યવાળા પ્રભુ છે, એના લૉં તારા આ નવીય ઉપાડ. આજે પૂ. ગુરુદેવશ્રી દ્વારા જનસમાજને મહાન ઉત્કર્ષ થઈ રહ્યો છે. અને હીર જયંતી પ્રસંગે આપણે સૌ ભાવના ભાવીએ કે,જૈનશાસનને આ સોનેરી સૂરજ સોળ કળાએ સદા મુક્તિ માગને પ્રકાશ્યા કરે. ગુરુદેવ આપણું અંતરમાં જ્ઞાનપ્રકાશ પ્રગટા-એવી નમ્ર પ્રાર્થનાપૂર્વક તેમને ઝાડkડ અભિનંદન!
–શ્રી દિ. જૈન મુમુક્ષુમંડળ (અમદાવાદ)