________________
----
-
-
--
--
-
એ
s
- 4 ***
- ****
-
-
-
શ્રી સીમંધર પ્રભુની પ્રતિષ્ઠા અને અપૂર્વ ભક્તિ સં. ૧૯૯૬ના વૈશાખ માસમાં ગુરુદેવનાં પુનિત પગલાં ફરી સોનગઢમાં થયાં. ત્યારપછી તરત જ શેઠ કાળિદાસ રાધવજી જસાણીના ભકિતવંત સુપુત્રોએ શ્રી સ્વાધ્યાય મંદિર પાસે શ્રી સીમંધરભગવાનનું જિનમંદિર બંધાવવા માંડયું, જેમાં શ્રી સીમંધર ભગવાનના અતિ ભાવવાહી પ્રતિમાજી ઉપરાંત શ્રી શાન્તિનાથ આદિ અન્ય ભાગવંતનાં ભાવવાહી પ્રતિમાજીની પ્રતિષ્ઠા પંચકલ્યાણકવિધિપૂર્વક સં. ૧૯૯૭ ના ફાગણ સુદ બીજના માંગલિક દિને થઈ, પ્રતિષ્ઠા મહોત્સવમાં બહારગામના લગભગ ૧૫૦૦ માણસોએ ભાગ લીધો હતો. પ્રતિષ્ઠાના આઠે દિવસ પરમ પૂજ્ય ગુદેવના મુખમાંથી ભક્તિરસભીની અલૌકિક વાણી છૂટતી હતી. કેને પણ ઘણો ઉસાહ હતું. પ્રતિદિન પહેલાં થોડા દિવસે શ્રી સીમંધર ભગવાનના પ્રથમ દર્શને પરમ પૂજ્ય ગુરુદેવની આંખોમાંથી આંસ વહ્યાં હતાં. સીમંધર ભગવાન મંદિરમાં પ્રથમ પધાર્યા ત્યારે ગુરુદેવને ભક્તિરસની ખુમારી ચડી ગઈ અને આખે દેહ ભક્તિરસના મૂર્ત સ્વરૂપ જેવા શાંત શાંત નિશ્રેષ્ટ ભાસવા લાગ્યું. ગુરુદેવથી સાષ્ટાંગ પ્રણમન થઈ ગયું અને ભક્તિરસમાં અત્યંત એકાગ્રતાને લીધે દેહ એમ ને એમ બે ત્રણ મિનિટ સુધી નિશ્ચેષ્ટપણે પડી રહ્યો. આ ભક્તિનું અદ્ભુત દૃશ્ય, પાસે ઊભેલા મુમુક્ષુઓથી જીરવી શકાતું નહોતું; તેમનાં નેત્રામાં અશ્રુ ઊભરાયાં અને ચિત્તમાં ભક્તિ ઊભરાઈ. ગુરુદેવે પિતાના પવિત્ર હાથે પ્રતિષ્ઠા પણ ભક્તિભાવમાં જાણે દેહનું ભાન ભૂલી ગયા હોય એવા અપૂર્વ ભાવે કરી હતી.
આ જિનમંદિરમાં બપોરના વ્યાખ્યાન પછી દર જ પિણે કલાક ભક્તિ થાય છે. ભક્તિમાં પરમ પૂજ્ય ગુરુદેવ પણ હાજર રહે છે. બપોરનું પ્રવચન સાંભળતાં આત્માના સૂમ સ્વરૂપના પ્રણેતા વીતરાગ ભગવંતનું માહાઓ હદયમાં ફર્યું હોય છે તેથી પ્રવચનમાંથી ઊઠી તુરત જ જિનમંદિરમાં ભક્તિ કરતાં વીતરાગદેવ પ્રત્યે પાત્ર જીવોને અદ્ભુત ભાવ ઉ૯લસે છે. આ રીતે જિનમંદિર જ્ઞાન ને ભક્તિના સુંદર સુમેળનું નિમિત્ત બન્યું છે.
શ્રી સીમંધર પ્રભુના સમવસરણનું દશ્ય શ્રી જિનમંદિર બંધાયા પછી એક વર્ષે થોડા મુમુક્ષુ ભાઈઓ દ્વારા જિનમંદિરની પાસે જ શ્રી સમવસરણ મંદિર બંધાયું. તેમાં શ્રી સીમંધર ભગવાનનાં અતિ ભાવવાહી ચતુર્મુખ પ્રતિમાજી બિરાજે છે. સુંદર આઠ ભૂમિ, કોટ, (મુનિઓ, અજિંકાઓ, દે, મનુષ્ય, તિર્યા વગેરેની સભાઓ સહિત) શ્રીમંડપ, ત્રણ પીઠિકા, કમળ, ચામર, છત્ર, અશેકવૃક્ષ, વિમાન વગેરેની શાસ્ત્રોક્ત વિધિથી તેમાં અતિ આકર્ષક રચના છે. મુનિઓની સભામાં શ્રી સીમંધર ભગવાન સામે અત્યંત ભાવપૂર્વક હાથ જોડીને ઊભેલા શ્રીમદ્ભગવત્ કુંદકુંદાચાર્યનાં અતિ સૌમ્ય મુદ્રાવત પ્રતિમા છે. પ્રતિષ્ઠા મહોત્સવ સં. ૧૮ ના
*
*
**
*
*
,
-
કે
છે