________________
|
*
* * #T
બસ, એક તો સંસ્કારી આત્માની તૈયારી ને વળી ગુરુદેવની આજ્ઞા !–પછી શું કહેવાનું હોય !! શાંતાબેને મહાન આત્મ-અપશુતાપૂર્વક પૂ. ચંપાબેનને પરિચય કર્યો.... ૫. ચંપાબેને હૃદયના જડા ઊંડા ભાવ ખેલ્યા ને આત્મિક ઉલ્લાસ આપી આપીને છેવટે તેમને “આપ સમાન બનાવ્યા.....એ રીતે આત્મપ્રાપ્તિ માટે ગુરતા એ આત્માએ પણ આત્મપ્રાપ્તિ કરી લીધી.
તમામ
જે
.
છે
બસ! બંને સાધક સખીઓનું મિલન થયું...પૂ. ગુરુદેવની છાયામાં બંને બહેને એકબીજાના જીવનમાં એવા ગુંથાઈ ગયાજાણે કે શ્રદ્ધા અને શાંતિનું મિલન થયું !.... જાણે કે વૈરાગ્ય અને ભક્તિનું મિલન થયું... જાણે કે આનંદ અને જ્ઞાનનું મિલન થયું ! મોક્ષમાર્ગ સંચરવા માટે એકબીજાના સાથીદાર મન્યા.
એ ૮૯ની સાલથી આજસુધી અને એને ભેગાં જ છે....એમની એકરસતા દેખીને જ્યારે કઈ પૂછે છે કે “ આપ બંને સગી બહેને છે!”—ત્યારે ગંભીરતાથી મોઢું મલકાવીને તેઓ કહે છે કે “ ના....સગી બહેન કરતાંય વિશેષ છીએ........... અને ખરેખર એમ જ છે. એમના દેહ ભલે બે દેખાય છે પણ બે દેહ વચ્ચે આત્મા તે જાણે એક જ હોય !–એવી એમના હૃદયની એકતા છે.
પરમ પૂજ્ય ગુરુદેવને આ બંને બેનો પ્રત્યે પુત્રીવત્ અપાર વાત્સલ્ય છે....અને આ બંને બહેનોના રોમેરોમમાં પૂ. ગુરુદેવ પ્રત્યે અપાર ઉપકારની ભક્તિ ભરેલી છે. પૂ. ગુરુદેવના આત્મસ્પર્શ અધ્યાત્મોપદેશને યથાર્થપણે આત્મામાં ઝીલીને, પવિત્ર જ્ઞાનથી અને વૈરાગ્યથી, વિનયથી અને અર્પણુતાથી, ભકિતથી અને પ્રભાવનાથી, સર્વ પ્રકારે તેઓએ પૂ. ગુરુદેવની અને જિનશાસનની શોભા વધારી છે. પૂ. ગુરુદેવ કહે છે કે આ કાળ આવા બેનો પાકયા છે તે મંડળની બેનના મહાભાગ્ય છે. જેનાં ભાગ્ય હશે તે તેમને લાભ લેશે. એમનું પવિત્ર જ્ઞાન, એમને વૈરાગ્ય, એમને અનુભવ, એમની અર્પણુતા, એમના સંસ્કારો,બધું લોકોને સમજવું કઠણ પડે તેમ છે.