________________
कानजी स्वामि- अभिनन्दन ग्रंथ
ધર્મમાતા પ. બેનથી બેન
[ સંક્ષિપ્ત પશ્ર્ચિય ]
☆
પરમ પૂ. ગુરુદેવના પ્રભાવથી જિનશાસનની જે મહાન પ્રભાવના થઈ છે તેને પરિચય આપણને આ અભિનંદન-ગ્રંથમાં મળશે. પૂ. ગુરુદેવ દ્વારા થઈ રહેલી આ મહાન શાસનપ્રભાવનામાં પૂ, બેનશ્રી-બેનને ( પૂ ચંપાબેન અને પૂ. શાન્તાબેન-એ અને પવિત્ર અહેનેાને) પણ સૌથી મહાન ફાળા છે, પેાતાના પવિત્ર જ્ઞાન-વૈરાગ્યસપન્ન જીવન દ્વારા તેઓશ્રીએ જિનશાસનની અને ગુરુદેવની શાભા વધારી છે, અનેક મુમુક્ષુ જીવા ઉપર તેમને પણ અર્ચિત્ય ઉપકાર છે. તેમના જીવનને અતિ સક્ષિપ્ત પરિચય અહીં આપ્યા છે. ( અ. હરિલાલ જૈન)
વઢવાણુ
પૂજ્ય મેનશ્રી ચપાબેનને જન્મ સં. ૧૯૭૦ના શ્રાવણ વદ્દી બીજે શહેરમાં થય....પિતાશ્રીનું નામ જેઠાલાલભાઈ ને માતુશ્રીનું નામ તેજખા. તે વખતે એ બાળકીના તેજની તેજમાને ખબર ન હતી કે ‘આ બાળકી માત્ર મારી પુત્રી તરીકે જ નહિ પરંતુ ભારતના હજારે ભક્ત-બાળકાની ધમમાતા થવા માટે અવતરેલી છે. ’
કેટલેાક વખત તેઓ કરાંચીમાં રહ્યા....ત્યારબાદ ૧૯૮૬ની સાલમાં માત્ર ૧૬ વર્ષની વયે તેઓ પૂ. ગુરુદેવના પહેલવહેલા પરિચયમાં (વઢવાણુ તથા ભાવનગર મુકામે) આવ્યા.... ને પૂજ્ય ગુરુદેવની આત્મસ્પશી વાણી સાંભળતાં જ એ વૈરાગી આત્માના સંસ્કારો ઝણ ઝણી ઊઠયા. પૂ. ગુરુદેવની વાણીમાં આત્માના આનંદ સ્વમાવની અદ્ભુત મહિમાભરેલી વાત સાંભળતાં તેમને એમ થતું કે અહેા ! આવા સ્વભાવ મારે પ્રાપ્ત કરવા જ છે.... અને...........એ દઢનિશ્ચયી આત્માએ, આત્મમંથનની સતત ધૂન જગાવીને અલ્પકાળમાં જ પેાતાના અનેારથ પૂરા કર્યાં. માત્ર ૧૯ વર્ષની વયમાં અપૂર્વાં આત્મદશા પ્રાપ્ત કરી....
પૂજ્ય એન શાંતાબેનના જન્મ સ. ૧૯૬૭ના ફાગણ સુદૃ અગીઆરસે ઢસા-ઢોલરવા ગામે થયા. પિતાજી મણીલાલભાઈ ને માતાજી દીવાળીબા. સ. ૧૯૮૩થી તેએ પૂ. ગુરુ દેવના પરિચયમાં (લાઠી મુકામે) આવ્યા. આત્માની પ્રાપ્તિ માટે એ વૈરાગી આત્મા રાતિદન ઝંખતા હતા.......
સ. ૧૯૮૯માં પરમપૂજ્ય ગુરુદેવના ચાતુર્માસ વખતે રાજકૈટમાં જ્યારે બેનશ્રી ચંપાબેન આવ્યા ને અમુક વાતચીત થઈ. ત્યારે આધ્યાત્મિક ઝવેરી ગુરુદેવે એ ચૈતન્ય-રત્નના તેજ પારખી લીધાં....ને શાંતાબેનને ભલામણ કરી કે તમારે આ બેનને પરિચય કરવા જેવા છે.