________________
1
. '
જાય છે. સમય કયાં પસાર થઈ જાય છે તેનું ભાન પણ રહેતું નથી. સ્પષ્ટ અને રસમય હોવા ઉપરાંત મહારાજશ્રીનું પ્રવચન છેતાઓમાં અધ્યાત્મને પ્રેમ ઉત્પન્ન કરે છે. મહારાજશ્રી પ્રવચન કરતાં અધ્યાત્મમાં એવા તન્મય થઈ જાય છે, પરમાત્મદશા પ્રત્યેની એવી ભક્તિ તેમના મુખ પર દેખાય છે કે શ્રોતાઓને તેની અસર થયા વિના રહેતી નથી. અધ્યાત્મની જીવંતમૂતિ ગુરુદેવના દેહના અણુએ અણુમાંથી જાણે અધ્યાત્મરસ નીતરે છે, એ અધ્યાત્મમૂર્તિની મુખમુદ્રા, ને, વાણી, હૃદય બધાં એકતાર થઈ અધ્યાત્મની રેલછેલ કરે છે અને મુમુક્ષુઓનાં હૃદય એ અધ્યાત્મરસથી ભિંજાઈ જાય છે.
આ કાળે મુમુક્ષુઓનાં મહાભાગ્ય ગુરુદેવનું વ્યાખ્યાન સાંભળવું એ એક જીવનનો લ્હાવો છે. તેમનું વ્યાખ્યાન સાંભળ્યા પછી અન્ય વ્યાખ્યાતાઓના વ્યાખ્યાનમાં રસ પડતું નથી. તેમનું વ્યાખ્યાન સાંભળનારને એટલું તે સ્પષ્ટ લાગે છે કે “આ પુરુષ કોઈ જુદી જાતને છે, જગતથી એ કાંઈક જુદું કહે છે, અપૂર્વ કહે છે એના કથન પાછળ કોઈ અજબ દઢતા ને જોર છે. આવું કયાંય સાંભળ્યું નથી.” મહારાજશ્રીના વ્યાખ્યાનમાંથી અનેક જીવ પપેતાની પાત્રતા અનુસાર લાભ મેળવી જાય છે, કેટલાકને સત્ પ્રત્યે રુચિ જાગે છે, કઈ કઈને સત્સમજણના અંકુર ફૂટે છે અને કોઈ વિરલ જેની તો દશા જ પલટાઈ જાય છે.
અહો ! આવું અલૌકિક પવિત્ર અંતરિણમન–કેવળજ્ઞાનને અંશ, અને આ પ્રબળ પ્રભાવનાઉદય-તીર્થકરત્વનો અંશ, એ બેનો સુયોગ આ કળિકાળમાં જોઈને રોમાંચ થાય છે. મુમુક્ષુઓનાં મહાપુણ્ય હજુ તપે છે.
કાઠિયાવાડના આંગણે કલ્પવૃક્ષ અહો ! એ પરમ પ્રભાવક અધ્યાત્મમતિની વાણીની તે શી વાત, તેનાં દર્શન પણ મહાપુણ્યના છેક ઊછળે ત્યારે માસ થાય છે. એ અધ્યાત્મ ગીની સમીપમાં સંસારનાં આધિ-વ્યાધિ-ઉપાધિ ફરી શકતાં નથી. સંસારત પ્રાણીઓ ત્યાં પરમ વિશ્રાંતિ પામે છે અને સંસારનાં દુઃખે માત્ર કલ્પનાથી જ ઊભાં કરેલાં તેમને ભાસવા માંડે છે. જે વૃત્તિઓ મહા પ્રયત્ન પણ દબાતી નથી તે ગુરુદેવના સાનિધ્યમાં વિના પ્રયત્ન શમી જાય છે, એ ઘણુ ઘણુ મુમુક્ષુઓને અનુભવ છે. આત્માનું નિવૃત્તિમય સ્વરૂપ, મોક્ષનું સુખ વગેરે ભવાની જે અદા અનેક દલીલોથી થતી નથી તે ગુરુદેવનાં દર્શન માત્રથી થઈ જાય છે. ગુરુદેવનાં જ્ઞાન ને ચારિત્ર મુમુક્ષુ પર મહા કલ્યાણકારી અસર કરે છે. ખરેખર કાઠિયાવાડને આંગણે શીતળ છાંયવાળું, વાંછિત ફળ દેનાર કલ્પવૃક્ષ ફળ્યું છે. કાઠિયાવાડનાં મહાભાગ્ય ખીલ્યા છે.
10. યાખવામાં