________________
कानजीस्वामि-अभिनन्दन ग्रथ
પ્રવચનસાર વગેરે ગ્રંથો પર પ્રવચન કરતાં ગુરુદેવના શબ્દ શબ્દ એટલી ગહનતા, સૂક્ષ્મતા અને નવીનતા નીકળે છે કે તે શ્રેતાજનના ઉપગને પણ સૂક્ષમ બનાવે છે અને વિદ્વાનેને આશ્ચર્યચક્તિ કરે છે. જે અનંત આનંદમય ચૈતન્યધન દશા પ્રાપ્ત કરીને તીર્થંકરદેવે શાસ્ત્રો પ્રરૂપ્યાં, તે પરમ પવિત્ર દશાને સુધાર્યાદી સ્વાનુભૂતિસ્વરૂપ પવિત્ર અંશ પોતાના આત્મામાં પ્રગટ કરીને સદગદેવ વિકસિત જ્ઞાનપર્યાય દ્વારા શાસ્ત્રમાં રહેલા ગહન રહસ્યો ઉકેલી, મુમુક્ષુને સમજાવી અપાર ઉપકાર કરી રહ્યા છે. સેંકડો શાસ્ત્રના અભ્યાસી વિદ્વાનો પણુ ગુરુદેવની વાણી સાંભળી ઉ૯લાસ આવી જતાં કહે છેઃ “ગુરુદેવ! અyવ આપનાં વચનામૃત છે; તેનું શ્રવણ કરતાં અમને તૃપ્તિ જ થતી નથી. આપ ગમે તે વાત સમજાવો તેમાંથી અમને નવું નવું જ જાણવાનું મળે છે. નવ તત્વનું સ્વરૂપ કે ઉત્પાદ-વ્યય ધ્રૌવ્યનું સ્વરૂપ, સ્વાદુવાદનું સ્વરૂપ કે સમ્યક્ત્વનું સ્વરૂપ, નિશ્ચયવ્યવહારનું સ્વરૂપ કે વતનિયમતપનું સ્વરૂપ, ઉપાદાન–નિમિત્તનું સ્વરૂપ કે સાધ્ય-સાધનનું સ્વરૂપ, દ્રવ્યાનુયેગનું સ્વરૂપ કે ચરણાનુવેગનું સ્વરૂપ, ગુણસ્થાનનું સ્વરૂપ કે બાધક–સાધકભાવનું સ્વરૂપ, મુનિદશાનું સ્વરૂપ કે કેવળજ્ઞાનનું સ્વરૂપ–જે જે વિષયનું સ્વરૂપ આપના મુખે અમે સાંભળીએ છીએ તેમાં અમને અપૂર્વ ભાવે દષ્ટિગોચર થાય છે. અમે શામાંથી કાઢેલા અર્થો તદ્દન ઢીલા, જડ-ચેતનના ભેળસેળવાળા, શુભને શુદ્ધમાં ખતવનારા, સંસારભાવને પોષનારા, વિપરીત અને ન્યાયવિરુદ્ધ હતા; આપના અનુભવમુદ્રિત અપૂર્વ અર્થો ટંકણખાર જેવા-શુદ્ધ સુવર્ણ જેવા, જડ-ચેતનના ફડચા કરનારા, શુભ ને શુદ્ધનો સ્પષ્ટ વિભાગ કરનાર, મોક્ષભાવને જ પિષનારા, સમ્યફ અને ન્યાયયુક્ત છે. આપના શબ્દ શબ્દ વીતરાગદેવનું હૃદય પ્રગટ થાય છે? અમે વાકયે વાકયે વીતરાગદેવની વિરાધના કરતા હતા. અમારું એક વાકય પણ સાચું નહોતું. શાસ્ત્રમાં જ્ઞાન નથી, જ્ઞાનપર્યાયમાં જ્ઞાન છે—એ વાતનો અમને હવે સાક્ષાત્કાર થાય છે. શાસ્ત્રોએ ગાયેલું જે સદૂગુરુનું માહાસ્ય તે હવે અમને સમજાય છે. શાસ્ત્રાનાં તાળાં ઉઘાડવાની ચાવી વીતરાગદેવે સદગુરુને પી છે. સદ્દગુરુને ઉપદેશ પામ્યા વિના શાસ્ત્રોનો ઉકેલ કે અત્યંત અત્યંત કઠિન છે,
અધ્યાત્મ-મસ્તીથી ભરપૂર, ચમત્કારી વ્યાખ્યાન-શૈલી પરમ કૃપાળુ ગુરુદેવનું જ્ઞાન જેવું અગાધ ને ગંભીર છે તેવી જ તેમની વ્યાખ્યાનશૈલી ચમત્કારભરેલી છે. તેઓશ્રી કહેવાની વાતનું એવી સ્પષ્ટતાથી, અનેક સાદા દાખલાઓ આપીને, શાસ્ત્રીય શબ્દને ઓછામાં ઓછો પ્રયોગ કરીને સમજાવે છે કે સામાન્ય મનુષ્ય પશુ તે સહેલાઈથી સમજી જાય છે. અત્યંત ગહન વિષયને પણ અત્યંત સુગમ રીત પ્રતિપાદિત કરવાની ગુરુદેવમાં વિશિષ્ટ શક્તિ છે. વળી મહારાજશ્રીની વ્યાખ્યાનશૈલી એટલી સમય છે કે જેમ સ૫ મેરલી પાછળ મુગ્ધ બને છે તેમ છેતાઓ મંત્રમુગ્ધ બની
: - -
-