________________
છે. વનનીચાણ-પ્રમિનન્તગ્રંથ
:
પંચાધ્યાયી, પદ્મનંદપંચવિંશતિકા, દ્રવ્યસંગ્રહ, મે ક્ષમાર્ગ પ્રકાશક, શ્રીમદ્ રાજચંદ્ર વગેરે પુસ્તકો વંચાય છે. ત્યાં આવનાર મુમુક્ષને આખે દિવસ ધાર્મિક આનંદમાં પસાર થઈ જાય છે.
સમયસાર અને કુંદકુંદાચાર્ય ભગવાન તથા શ્રી સીમંધર ભગવાન
પ્રત્યેની ભકિત પરમ પૂજ્ય અધ્યાત્મયોગી ગુરુદેવને સમયસારજી પ્રત્યે અતિશય ભક્તિ છે તેથી જે દિવસે સ્વાધ્યાય મંદિરનું ઉદ્દઘાટન થયું તે જ દિવસે એટલે સં. ૧૯૯૪ ના વૈશાખ વદ ૮ ને રવિવારના રોજ સ્વાધ્યાય મંદિરમાં શ્રી સમયસારજીની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. શ્રી સમયસારજીપ્રતિષ્ઠાના છે. શ્રી સમયસારજીપ્રતિષ્ઠાના મહોત્સવ પર બહારગામથી લગભગ ૭૦૦ માણસે આવ્યાં હતાં. મહારાજશ્રી સમયસારજીને ઉત્તમોત્તમ શાસ્ત્ર ગણે છે. સમયસારજીની વાત કરતાં પણ તેમને અતિ ઉલ્લાસ આવી જાય છે. સમયસારજીની પ્રત્યેક ગાથા મોક્ષ આપે એવી છે એમ તેઓશ્રી કહે છે. ભગવાન કૃદકદાચાર્યનાં બધાં શાસ્ત્રો પર તેમને અત્યંત પ્રેમ છે. ભગવાન કુંદકુ દાચાર્યદેવને અમારા પર ઘણો ઉપકાર છે, અને તેમના દાસાનુદાસ છીએ” એમ તેઓશ્રી ઘણી વ ૨ ભક્તિભીના અંતરથી કહે છે. શ્રીમદ્ભાગવતકુંદકુંદાચાર્ય મહાવિદેહ ક્ષેત્રમાં સર્વજ્ઞ વીતરાગ શ્રી સીમંધરભગવાનના સમવસરણમાં ગયા હતા અને ત્યાં તેઓશ્રી આઠ દિવસ રહ્યા હતા એ વિષે મહારાજશ્રીને અમાત્ર શંકા નથી. તેઓશ્રી ઘણી વાર પકાર કરીને કહે છેઃ * ક૯૫ના કરશે નહિ, ના કહેશે નહિ, એ વાત એમ જ છે; માને તે પણ એમ જ છે, ન માને તે પણ એમ જ છે. યથાતથ્ય વાત છે, અક્ષરશઃ સત્ય છે, પ્રમાણુસિદ્ધ છે.” શ્રી સીમંધરપ્રભુ પ્રત્યે ગુરુદેવને અપાર ભક્તિ છે. કેઈ કેઈ વખત સીમંધરનાથના વિરહે પરમ ભક્તિવત ગુરુદેવનાં નેત્રોમાંથી અશ્રુની ધારા વહે છે
જનધર્મની શ્રદ્ધા અને પ્રચાર વીતરાગના પરમ ભક્ત ગુરુદેવ કહે છે કે- જેન ધર્મ એ કઈ વાડો નથી. એ તો વિશ્વધર્મ છે. જૈન ધર્મનો મેળ અન્ય કોઈ ધર્મ સાથે છે જ નહિ. જેન ધર્મને ને અન્ય ધર્મોનો સમન્વય કરવાનો પ્રયત્ન રેશમન ને કંતાનને સમન્વય કરવાના પ્રયત્ન જે વૃથા છે. દિગંબર જૈન ધર્મ તે જ વાસ્તવિક જૈન ધર્મ છે અને આંતરિક તેમ જ બાહ્ય દિગંબરતા વિના કેઈ જીવ મેક્ષ પામી શકે નહિ એમ તેમની દઢ માન્યતા છે. તેઓશ્રીની મારફત સમયસાર, પ્રવચનસાર, પંચાધ્યાયી, મોક્ષમાર્ગ પ્રકાશક વગેરે અનેક દિગંબર પુસ્તકેને ઘણું ઘણું પ્રચાર કાઠિયાવાડમાં થઈ રહ્યો છે. સોનગઢના પ્રકાશન ખાતામાંથી ગુજરાતી સમયસારની ૨૦૦૦ નકલે છપઈને તુરત જ ખપી ગઈ. તે સિવાય, સમયસાર
-
-
-