________________
વા ષિ ક ૫ સ ગ હ ટુંકી હકીક્ત અને નીચે મુકવામાં આવેલી છે, પરમપૂજ્ય ચાવીસમા તીર્થંકર શ્રીમાન મહાવીર સ્વામીનું અમાવાસ્યાની રાત્રિએ નિર્વાણ થયેલું છે, અને તેજ રાત્રે ગુરુમહારાજશ્રી ગૌતમસ્વામીને કેવલજ્ઞાન પ્રાપ્ત થયેલું છે વિગેરે કારણોથી આ મહાન પર્વ પ્રવતેલું છે. તેની ઘણી હકિકત દીવાલીકલ્પ આદિ બીજા ગ્રંથાંતરેથી જાણું લેવી. અહીં તો માત્ર તે પર્વમાં શું શું વિધાન કરવું તે તે કાર્યો કરવાથી શું શું ફલ પ્રાપ્ત થાય છે વિગેરે ટુંકામાં જણાવવામાં આવ્યું છે. તેમાં પ્રથમ દરેક જૈન બંધુઓ વિશેષ કરીને વેપારી વર્ગવાળા હેવાથી નામાઠામા માટે વહીપૂજન એટલે ચોપડાનું પૂજન કરે છે. વાસ્તવિક રીતે તે જ્ઞાનપૂજનજ કરે છે પરંતુ મિથ્યા દર્શનીના સંસર્ગથી અને જેનવિધિ નહિં જાણવાથી બ્રાહ્મણે પાસે મિથ્યાત્વવિધિથી સરસ્વતી પૂજન કરાવે છે. પરંતુ તેમ કરવું જોઈએ નહિં. પણ જન વિધિ પ્રમાણે જ શારદાપૂજન કરવું જોઈએ તેટલા માટે આ વિધિ પ્રથમ મુકવામાં આવી છે.
અથ દીવાળી પુજન શુભમુહ પ્રથમ ચોપડો શુદ્ધ બાજોઠ ઉપર પૂર્વ અગર ઉત્તર દિશા તરફ જમણે પડખે ઘીને દીપક તથા ધૂપ રાખ, પૂજા કરનારે પોતાના જમણા હાથે નાડાછડી બાંધવી, અને પછી મનહર લેખણ લઈ નીચે લખ્યા મુજબ નવીન ચોપડામાં લખવું. : - શ્રીપરમાત્મને નમઃ, શ્રી ગુરુભ્યાં નમઃ, શ્રી સરરવત્યે મમ શ્રી ગૌતમસ્વામીની લબ્ધિ હશે, શ્રી કેસરીઆ