________________
તે જ હી પથ
ભટ્ટારકને ઇંદ્ર જુહાર્યા તે ઉપરથી ચારે ' વર્ણમાં હજુહાર કરવાનું પ્રવર્યું અને પડવાને દીવસે આનંદ માનવા લાગ્યા. બીજને દીવસે નંદીવર્ધનને શેક ટાલવા માટે નંદીવર્ધનની બહેને ભાઈને જમવા નોતર્યા તેથી સર્વ જગતમાં ભાવડ બીજ (ભાઇબીજ) નામનું પર્વ પ્રવતર્યું આ પ્રમાણે સંક્ષેપથી તેનું વર્ણન છે. એ પર્વ સર્વને આનંદદાયી અને ધર્મ કરવાથી જ સુખરૂપ થાય છે.
પરંતુ તે દિવસોમાં તે આ મહાન ભાગ્યશાલીઓએ ધર્મારાધન કરી ઉત્તમ કેવલજ્ઞાન અને નીર્વાણ એટલે (મક્ષ પદ) પ્રાપ્ત કર્યું તેમને પંથે ચાલી આપણે પણ ધર્મારાધન કરવું તેજ શ્રેષ્ઠ છે તે તે કેવી રીતે કરવું તેને વિધિ નીચે પ્રમાણે આસો વદ ૧૪ અને અમાવાસ્યાને છઠને તપ કરીને નીચે પ્રમાણે ગરણું ગણવું તથા દીવાલના દેવ વાંદવા,
દીવાલીનું ગરણું ૧ શ્રી મહાવીરસ્વામિસર્વજ્ઞાય નમ : ૨ શ્રી મહાવીરસ્વામિપારંગતાય નમ: ૩ શ્રી ગૌતમસ્વામિસર્વજ્ઞાય નમઃ
એ ત્રણે પદની નવકારવાલી વીશ વીશ ગણવી. મંગલં ભગવાન વીરે, મંગલ ગૌતમપ્રભુ મંગલં સ્થૂલિભદ્રાયા, જેને ધડતુ મંગલમ