________________
શ્રી અષા ડ ચૌ મા સી ૫ વે
૩૨૩ તેમાંથી કિંચિત માત્ર અત્રે જણાવવામાં આવે છે. ભાગ્યશાળી એવા ચતુર્વિધ સંઘમાં મૂખ્ય સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા આ ચાર પ્રકાર છે. તેમાં પ્રથમના જે સાધુ સાધ્વી મહાપુરુષે કાર્તિક માસું ઉતરે ગ્રામાનું ગ્રામ વિહાર કર્યા કરે છે પણ એકસ્થાને રહી શક્તા નથી. અને છેલ્લે અષાડમાસું આવે છે તે એક જ સ્થળે સ્થિરતા કરીને રહેવાને આચાર હોવાથી પોતે પણ ધર્મકરણો વિશેષ કરવામાં તત્પર રહી બીજા ગૃહસ્થ શ્રાવક શ્રાવિકાઓને પણ બેધઆપી ધર્મકરણીમાં સારી રીતે જોડી શકે છે. અને પ્રાયે કરીને ગૃહસ્થલેકે વેપારી વર્ગના હોવાથી કાર્તિક માસથી તે આઠ માસ સુધી વ્યાપારી કાર્યમાં વિશેષ જોડાયેલા રહે છે. અને ચોમાસામાં તેમાંથી વિશેષ કરીને નિવૃત્ત થાય છે. જેથી યથાશક્તિ તેમજ ગુરૂમહારાજના બધથી ધર્મકરણ કરવામાં વિશેષ ઉજમાલ થઈ ઉદ્યમવંત બને છે, અને આજીવિકા વિગેરેની ચિંતા પણ ટલી ગયેલી હોવાથી સારી રીતે ભાગ્યશાળી જીવ ચારે પ્રકારના દાન, શીયળ, તપ અને ભાવરૂપી ધર્મ કરણી કરવામાં જોડાય છે. આઠ મહિના સામાન્ય બનતી ધર્મકરણીતો તે કર્યા જ કરે છે, પણ વ્યવસાયાદિક કારણે જેઓ સંપૂર્ણ ન કરી શકે તેઓએ પણ આ ઋતુમાં તે અવશ્ય ધર્મકરણીમાં ઉદ્યમ કરજ જોઈએ. હવે ગૃહસ્થોએ આ
માસીમાં શું શું ધર્મકરણ કરવી. તેને વિચાર અહિં સંક્ષેપમાં જણાવવામાં આવે છે. વિશેષ જાણવાની ઈચ્છાવાળાએાએ તે ગુરૂમહારાજની વાણીથી તેમજ અન્ય મહાથેથી જાણી લેવું.