________________
૫ ચૈત્ર પુનમના અપૂર્વ મહિમા
!
પુનમના
અનુક્રમે નવપદજીની આલી પછી ચત્રી દિવસ આવે છે. સપૂર્ણિમાં મધ્યે ચૈત્રી પૂનમ અત્યંત પુણ્યની વૃદ્ધિ કરનારી છે માટે શ્રી વિમલાચલતી ને વિષે અનેક જીવા જેવા કે વિદ્યાધરા ચક્રવર્તિ આદિક મહાટા પુરૂષો સિદ્ધિપદને પામ્યા છે. શ્રી ઋષભદેવ સ્વામીના બે પુત્ર નમિ અને વિનમિ મેાક્ષગતિ પામ્યા છે. તથા તેજ દિવસે ઋષભદેવ સ્વામીના પૌત્ર અને ભરત ચક્રવર્તિના પુત્ર અને પ્રથમ ગણુધર શ્રીપુંડરિક નામે ગણધર પાંચકાડી સાધુઓના પરિવારે કરીને સહિત માક્ષે પહોંચ્યા છે. ઇત્યાદિક અનેક ભવ્ય જીવેા આ દિવસનું આરાધન કરી સિદ્ધિપદને પામેલા હાવાથી આ ચૈત્રીપૂનમના દિવસ ઉત્તમ જાણી તેનું અવશ્ય આરાધન કરવું. તે દિવસે ઉપવાસાદિક તપ કરી ભકિતપૂર્વક બહુમાને કરી દેવવંદન વિગેરે વિધિ કરવા. તે તીથિનું આરાધન પંદર વરસ સુધી કરવાથી–સર્વ દુઃખના નાશ થઈ પરમ ઉત્કૃષ્ટપદ એટલે માક્ષ પદ્મ મેળવી શકાય છે.
અક્ષય તૃતીયા
આ તીથિ વૈશાખ સુદ ૩ ને દિવસે આવે છે. પરમપૂજ્ય ત્રલેાયના નાથ પ્રથમ તીર્થંકરશ્રી ઋષભદેવ સ્વામીને પૂર્વ કર્મના અતશયથી એકવર્ષ સુધી આહારપાણી શુદ્ધ મલી શક્રયા નહિ'. કારણકે યુગલિક લેાકેા આહાર પાણી આપવાના
૨૧