________________
જા કે ચૌ મા સી વ
૩૭ વિગેરે પણ હંમેશાં ચાલી તપાસીને જ વાપરવા વિગેરે સમજીને જેમ ત્રસાદિ ની હાની ના થાય એમ વર્તવું.
હવે આ અષાડ માસી આવે અવશ્ય પિસહ કરે, તેમાં દેવવાંદવાના હોય છે. કાલના દેવવંદન ઉપરાંત ચોમાસીના વીશ જેડાના દેવ અવશ્ય વાંદવા જોઈએ. તે તથા ચૌમાશી પ્રતિક્રમણ વિગેરે કરી સર્વ જીવને ખમત ખામણા કરવા કે જેથી કોઈ કઈ સાથેને વેરવિધ હેય તે નાશ પામી જાય અને પાપથી હળવા થવાય. એજ વિશેષ હકીકત જાણવાવાળાએ ગ્રંથાંતરેથી જાણું લેવું.
પર્યુષણ મહાપર્વ માહાતમ્ય.
અષાડ ચોમાસા પછી પર્યુષણ પર્વ આવે છે વર્ષમાં છ અઠ્ઠાઈઓ ગણાવી છે તેમાંની આ અષ્ટાલિકા મહોત્સવ છે. આ પર્વમાં ઈંદ્રાદિક દેવતાઓ પણ નંદીશ્વરાદિક શાશ્વતા ચિત્યમાં મોટા મહોત્સવ કરે છે. તે મનુષ્ય કરે તેમાં તે આશ્ચર્યજ શું?
મહા અતિશય પુન્યને ઉદય હોય તેજ ભાગ્યશાળીને આ પર્વ ઉજવવાનું પ્રાપ્ત થાય છે. કારણકે સર્વપર્વોમાં આ પર્વ શ્રેષ્ઠ છે.
આ પર્વની શરૂઆત શ્રાવણ વદ ૧૨ થી ભાદરવા સુદ ૪ સુધી એટલે આઠ દિવસનું આ મહાપર્વ છે. આ પર્વ સર્વ લકત્તર પર્વમાં પણ શ્રેષ્ઠ પર્વ છે. જેના આરાધનથી પાપપંક ધોવાઈ જઈ પુન્યની શ્રેણીઓ પ્રગટ થાય છે. માટે ભવ્ય છાએ અવશ્ય આ પર્વનું આરાધન