________________
શ્રી પુણ્ય પ્રકાશનું સ્તવન
૩૫૫ ઢાળ ૫ મી. [ હવે નિસુણે ઈહાં આવયા એ, એ દેશો. ] જનમ જરા મરણ કરી એ, આ સંસાર અસાર તે કર્યો કમ સહુ અનુભવે એ, કેઈ ન રાખણહાર તે. . શરણ એક અરિહંતનું એ, શરણ સિદ્ધ ભગવંત તે શરણુ ધર્મ શ્રી જૈનને એ, સાધુ શરણુ ગુણવંત તા. ૨ અવર મેહ સવિ પરિહરી એ, ચાર શરણ ચિત્ત ધાર તે; શિવગતિ આરાધન તણોએ, એ પાંચમે અધિકાર છે. ૩ આ ભવ પરભવ જે કર્યો છે, પાપ કર્મ કઈ લાખ તે આત્મા સાખે તે નિંદીએ એ, પડિકમિએ ગુરૂ સાખ તે. મિશ્યામતિ વર્તાવિયાએ, જે ભાખ્યાં ઉસૂત્ર તે; કુમતિ કદાગ્રહને વશે એ, જે ઉથાપ્યાં સૂત્ર તે. ઘડયાં ઘડાવ્યાં જે ઘણાંએ, ઘરટી હળ હથિયાર તે ભવ ભવ મેલી મૂકયાંએ, કરતાં જીવ સંહાર તે. પાપ કરીને પછીયા એ, જનમ જનમ પરિવાર તે જનમાંતર પત્યા પછી એ, કેણે ન કીધી સાર તે. ૭ આ ભવ પરભવ જે કર્યા એ, એમ અધિકરણ અને તે ત્રિવિધે ત્રિવિધ સરાવીએ, આણી હદય વિવેક તે. ૮ દુષ્કૃત નિંદા એમ કરીએ, પાપ કરે પરિહાર તે; શિવગતિ આરાધન તણે એ, એ છઠ્ઠો અધિકાર છે. ૯
ઢાળ ઠ્ઠી. [ આધે તું જેયને છવડા, એ દેશી. ] ધન ધન તે દિન માહરે, જીહાં કી પ્રેમ દાન શીયળ તપ ભાવના, ટાળ્યાં સુકૃત કર્મ ધ. ૧