________________
શ્રી જ્ઞા ન પ ચ મ પ વ
૧૫૭ તપ ને ભાવ એ ચારે પ્રકારનાં ધર્મનું અહીં બહુ સહેલાઈએ આરાધન થઈ શકે છે તે આ પ્રમાણે અત્યુતમ તીર્થ હોવાથી મુનિવર્ગનું આગમન રહ્યાજ કરે છે તેથી તેમને દાન આપવાની જોગવાઈ સહેજે મળી આવે છે. ઉત્તમ શ્રાવકો પણ અનેક આવતા હોવાથી બંને પ્રકારનું સુપાત્ર દાન અહીં દઈ શકાય છે, બ્રહ્મચર્ય સહેજે પળે છે, યથાશકિત તપસ્યા પણ થઈ શકે છે અને શુભ ભાવની વૃદ્ધિને માટે તો આ તીર્થ પરમ આલંબન-સાધનભૂત છે. માટે જ્યારે જ્યારે સાંસારિક વ્યવસાયમાંથી અવકાશ મળે ત્યારે ત્યારે અથવા તે અવકાશ મેળવીને પણ અવશ્ય આ તીર્થની યાત્રાને પરમ લાભ મેળવ.
તમને દિવસે
જે નથી
રહી
હવે કર્તકી પુનમને દિવસે ઘણા ભવ્ય શ્રી શત્રુજય તીર્થની જાત્રાએ જાય છે, પરંતુ જે નથી જઈ શક્તા તેઓ પોતાના શહેર અગર ગામમાં કોઈ મુકરર કરેલી જગ્યાઓએ તીર્થાધિરાજને પટબાંધીને પણ જાત્રા કરીને તે દિવસનો વિધિ સાચવે છે તે વિધિ નીચે પ્રમાણે. ઉપવાસાદિક ગ્રંથાશકિત તપ કરી મન, વચન, કાયાદિની શુદ્ધિસહિત જ્યાં પટઆદિક બાંધ્યા હોય તે સ્થળે જઈ પટાદિક દેખતા પ્રથમ મસ્તકે નમસ્કાર કરી પછી ત્રણ પ્રદક્ષિણા દઈ પ્રભુ સન્મુખ ઉભા રહી ત્રણ ખમાસમણ દઈ ચૈત્યવંદન સ્તવનાદિ કરવાં તે ચૈત્યવંદનાદિ જણાવીએ છીએ.