________________
૧૪૬
વા ષિ ક ૫ ૧ સં ગ હ | | ઉજમણુનો વિધિ. . કેઈપણ પ્રકારના તપ સંબંધી ફળની વૃદ્ધિમાટે ઉથાપન કરવાની આવશ્યક્તા છે. ઉદ્યાપન (ઉજમણું) કરવાથી તપનું ફળ વૃદ્ધિ પામે છે. અન્ય દર્શનમાં પણ તપનું ઉદ્યાપન કરવાની પ્રવૃત્તિ છે. ઉજમણું તપ પૂર્ણ થયા પછી કરવામાં આવે છે, તેમજ તપના મધ્યમાં પણ કરી શકાય છે. તપ પૂર્ણ થયા પછી પણ જ્યાં સુધી ઉજમણું કરવાની જોગવાઈ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કેટલાક ભવ્ય તપ કરવાનું ચાલુ રાખે છે અને પહેલી જોગવાઈએ અવશ્ય ઉજમણું
ઉજમણું કરવામાં સારા શક્તિવાળા-શ્રીમંત ગૃહસ્થ તે પોતે એકલાજ કરે છે. અને તે પ્રસંગે કોઈપણ તીર્થની કે સમવસરણની રચના કરી અઠ્ઠા મહોત્સવ કરે છે. અને સ્વામીવાત્સલ્યાદિ પણ પોતે જ કરે છે. બીજા સામાન્ય સ્થિતિવાળાઓ તે પ્રસંગને લાભ લઈને પોતે કરવા ધારેલા એક બે કે પાંચ છોડ તેની સાથેની વસ્તુઓ સહિત તે મંડપની અંદરજ પધરાવે છે.
ઉજમણું કરવામાં મુખ્ય તે ચંદર, પુંઠીયું, તેરણ ને રૂમાલ, અતલસ, સાટમ, કીનખાબ, લપેટે, અથવા ઝીંક ચળક વિગેરેના ભરાવીને કરાવવામાં આવે છે. ઉપરાંત બીજી જે જે વસ્તુઓ મુકવામાં આવે છે તેમાં જ્ઞાન, દર્શન ને ચારિત્રના ઉપકરણે મુકવામાં આવે છે. તેની અંદર જે -જ્ઞાનના આરાધક નિમિત્તનું ઉજમણું હોય છે તે જ્ઞાનના