________________
ઉપર
વાર્ષિ જે સ થ હ ઉજમણું કરવાથી તપના ફલની વૃદ્ધિ થવા સંબંધી શ્રી પ્રવચન સારોદ્ધારાદિ ગ્રંથમાં કહ્યું છે. તેમજ શ્રી પદ્મવિજયજી મહારાજે નવ પદની પૂજામાં અને શ્રી વીરવિજયજીએ ચાસઠ પ્રકારી પૂજાના કળશમાં લાવ્યા છે. માટે તપસ્યાને પ્રાતે અવશ્ય યથાશક્તિ ઉજમણું કરવું.
જ્ઞાનપંચમી તપના ત્રણ પ્રકાર.
આ તપ કેટલી મુદત સુધી કર તેના પ્રમાણને અંગે તેના ત્રણ પ્રકાર છે. લઘુ પંચમી તપ, મધ્યમ પંચમી તપ ઉત્કૃષ્ટ પંચમી તપ.
૧ લઘુપંચમી તપ-આ તપ પિસ અને ચિત્ર માસ વઈને બીજા કેઈપણ માસની શુકલપંચમીથી શરૂ કરે. અને દરેક માસના શુકલ ને કૃષ્ણ બંને પક્ષમાં પંચમીને દિવસે ઉપવાસ કરે. એ પ્રમાણે એક વર્ષ પર્યત ૨૫ ઉપવાસ કરવા. બીજી વિધિ અને ઉજમણું વિગેરે જ્ઞાનપંચમીના તપ પ્રમાણે કરવું.
૨ જ્ઞાનપંચમી તપ-આ તપ માગશર, માઘ, ફાલ્ગન, વિશાખ, જેક અને અસાડ એ છ માસમાંથી કેઈપણ માસની શુકલપંચમીએ ગ્રહણ કરે અને પાંચ વર્ષ ને પાંચ માસ પર્યત કરે. એટલે ૬૫ ઉપવાસે આ તપ પૂર્ણ થાય છે. આ તાજ પ્રાયે વિશેષ કરવામાં આવે છે. તે દર માસની શુકલપંચમીએજ કરવામાં આવે છે. તેની વિધિ આ બુકના પ્રારંભમાં જ લખવામાં આવી છે. જે એ ઉપવાસને દિવસે પિસહ કરવામાં ન આવે તે જિનભક્તિ સવિશેષે કરવી.