________________
જૈન શશિકાન.
હાયતે હું આવું અનુચિત કામ કરું નહીં. ગૃહસ્થે કહ્યું, “હે દ્વિજવર, તમારા બંનેને જોઈએ તેટલી કાચી ભિક્ષા મારે ઘેરથી હમેશાં લઈ જજે. પણ એવી શરતે કે, તમારે કદિ પણ ભિક્ષાને અર્થે ભટકવું નહીં.” તે ભિક્ષુકે તે વાત કબૂલ કરી, અને પછી તે હમેશાં તે ગૃહસ્થને ઘેર બે જણની કાચી ભિક્ષા લઈ આવ. આ પ્રમાણે કેટલાક વખત કહ્યું પછી જેના હૃદયમાં યાચના કરવાના બળવાન સંસ્કાર લાગેલા છે. એ તે ભિક્ષુક પાછો ભિખ માગવા લાગ્યા. પેલા ગૃહસ્થને ઘેરથી ભિક્ષા લવિતે, અને પાછો ગામમાં ભિક્ષા લેવા પણ ફરતો-એમ તેણે ઉભય લાભ લેવા માંડયો.
એક વખતે ગામમાં ભિક્ષા અર્થે ફરતા તે બ્રાહ્મણને રસ્તામાં પેલો ગૃહસ્થ અચાનક સામો મળ્યો. તેના હાથમાં ભિક્ષાનું પાત્ર જોઈ પિલા ગૃહસ્થ પુછ્યું, “મહારાજ આશું? તમને ભિક્ષાટનના દુઃખમાંથી મુક્ત કરવાને માટેજ હું મારે ઘેરથી તૈયાર ભિક્ષા આપું છું, તે છતાં તમે શા માટે ભિક્ષાટન કરે છે ?” તે ગૃહસ્થને આવાં વચન સાંભની અચાનક સપટાઈ ગયેલા તે બ્રાહ્મણે યુક્તિથી ખોટી કલ્પના કરી ઉત્તર આપે– હે પવિત્રદાતા; તમે મારી ઉપર મેટે ઉપકાર કર્યો છે. તે હું કદિ પણ ભૂલવાને નથી, તથાપિ કેટલા એક કારણોને લઈ ને મારે આ ભિક્ષાટન કરવું પડે છે. ગૃહસ્થ ઈંતેજારીથી પુછયું, તેવાં શા કારણે છે? બ્રાહ્મણ બોલ્ય–પ્રથમ તો મારી સ્ત્રી સગર્ભા હોય એમ લાગે છે, તે જે તેને કાંઈ પણ સંતતિ થાય, તે પછી તમારા ઘર તરફથી મળતી બે જણની ભિક્ષામાંથી ત્રણ જણનો નિર્વાહ શી રીતે થાય? તેથી હું ભિક્ષા અર્થે નીકળવાનો અભ્યાસ કરૂ , ગૃહસ્થ હિસીને કહ્યું, ભલા માણસ, હજી તારી સ્ત્રી સગભાં હોય, એવું લાગે છે. તે પણ ખાત્રી નથી. કદ જે સાચું હોય, તે તેણીને પછી પ્રસવ થાય, અને છોકરું મેટું થાય, અને ખાવા શીખે, તે પછી તારે જે વિચાર કરવાને છે, તે પહેલાં તું ઘરના ત્રણ માણસ ધારી ભિક્ષા લેવા નીકળે, એ કેવું અનુચિત કહેવાય? ભિક્ષુકે કહ્યું, ને હું તો માત્ર ભિક્ષાને અભ્યાસ જારી રાખવાને નીકલ્યો છું. જો લાંબો વખત ભિક્ષાટન છેડી દેવાય તે, પછી જ્યારે ભિક્ષા માગવાનો વખત આવે, ત્યારે મુશ્કેલી પડે.
તે ભિક્ષુકના આવાં વચન સાંભળી તે ગૃહસ્થને વધારે હસવું આવ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com