Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ગચ્છાધિપતિશ્રીએ જગવ્યું; વૈચારિક આંદોલન
ભગવંતોની માફક જે નિર્વાણમાર્ગને પ્રરૂપ્યો હતો તે નિર્વાણમાર્ગને દૃષ્ટિ સમક્ષ રાખીને નક્કી કરાયો નથી, એમ સ્પષ્ટપણે જણાઇ આવે છે. વનસ્થલી વિકસાવવી, બાલકેન્દ્રો સ્થાપવાં અને પુસ્તકાલયો, સ્થાપવાં, એ વગેરેને નિર્વાણમાર્ગમાં સ્થાન હું ઇ શકે જ નહિ. વનસ્થલીના વિકાસમાં નિરંતર અનંતાનં જીવોની ઉત્પત્તિ અને વિરાધના થવાની તેમજ બાલકેન્દ્રો અને પુસ્તકાલયો આદિથી ભગવાને ફરમાવેલા સમ્યજ્ઞાનનો પ્રચાર થવાને બદલે પ્રાય: મિથ્યાજ્ઞાનનો પ્રચાર
જૈન શાસન (અઠવાડિક) * વર્ષ૧૩ અંક ૨૬/૨૭ * તા. ૨૭-૨-૧૧ કોઇ સરકારને પણ એવો અધિકાર હોઇ શકે નહિ. (૨) તમે જૈનો હોવા છતાં જૈન ધાર્મિક સિદ્ધાંતોની દૃષ્ટિએ નહિ પણ જાહેરાતની દૃષ્ટિએ જે પગલાં લેવાના છો તેનો સર્વાનુમતે સ્વીકાર કર્યો છે.
(૩) ધાર્મિક સિદ્ધાંતોની દષ્ટિને વેગળી રાખવાથી તો જૈન સંસ્કૃતિના નામે જ જૈન સંસ્કૃતિને હીણપત લગાડે તેવી પ્રવૃત્તિ થાય.
થવાનો. આ રીતે વિચારતાં સમજી શકાય તેમ છે કે મજકુર કાર્યક્રમ નિર્વાણાર્ગનો સમર્થક નથી પણ નિર્વાણમાર્ગથી વિપરીત પ્રવૃત્તિઆને ઉત્તેજન આપનારો છે. એટલે ભગવાન શ્રી મહાવીરદે વના નિર્વાણ મહોત્સવના નામે કે તેને ઉદ્દેશીને આવું થતું અટકે એ માટે તેમજ આવું કાંઇ થવા પામે તો તેની સાથે નિર્વાણમ ર્ગના ઉપાસક જૈનોને કોઇ સંબંધ નથી પણ જૈનોનો તે અંગે રિોધ છે એવું જણાવી દેવાનો યશાશક્ય પ્રયત્ન તમારે પણ કરવું જોઇએ...વગેરે.’’
ઉત્તરમાં તે સુશ્રાવકે જણાવ્યું કે- ‘‘ભગવાન શ્રી મહાવીર દેવના નિર્માણ મહોત્સવ અંગેનું આપનું મંતવ્ય જાણ્યું, પણ આ પ્રસંગ જે ઉજવાઇ રહેલો છે તે જૈન સંસ્કૃતિ જાહેરમાં વધુ કેમ આવે અહિંદીઓ તથા પરદેશીઓ તેનું દૃષ્ટિબિંદુ સમજે તે સારૂં છે, એટલે જે જે પગલાં તેમાં લેવામાં આવવાનાં છે તે વધુને વધુ જાહેરાતની દષ્ટિથી છે ! નહીં કે ધાર્મિક સિદ્ધાંતોની દૃષ્ટિથી. ધાર્મિક સિદ્ધાંતોનું જૈનો અનુકરણ કરે તે બરાબર છે, પણ તેનું અનુકરણ જાહેર જનતા કરે તે અપેક્ષા રાખવી અસ્થાને છે. એટલે આપનું દૃષ્ટિબિંદુ અને અમારું દૃષ્ટિબિંદુ જુદું હોઇ શકે છે.’'
>> & S
ત્યારે તેના ઉત્તરમાં પૂજ્યશ્રીએ વિસ્તારથી લખી જણાવ્યું :
(૧) જા ડૅર જનતા જૈન ધાર્મિક સિદ્ધાંતોનું અનુકરણ કરે એવી અપેક્ષા ૨ ખીને વિરોધનું સૂચન કરાયું નથી. વિરોધ પાછળ આશય એ જ છે કે જેમણે શ્રી મહાવીરદેવના નિર્વાણ મહોત્સવની ઉજવણી કરવી હોય તેમણે તે ઉજવણી ભગવાને પ્રરૂપેલા નિર્વાણમાર્ગની ઘોતક અને સમર્થક બને એ પ્રકારે કરવી જોઇએ પણ નિર્વાણમાર્ગથી વિપરીત એવી પ્રવૃત્તિઓ આચરવા દ્વારા અર તેવી પ્રવૃત્તિઓને ઉત્તેજન મળે એવા પ્રકારે તે ઉજવણી કરવી જોઇએ નહિ. એ પ્રકારે ઉજવણી કરવાનો અધિકાર ન કોઇ જૈનને હોઇ શકે કે ન કોઇ જૈનેતરને હોઇ શકે,
(૪) જૈન સંસ્કૃતિ યથાયોગ્ય પ્રકારે જાહેરમાં આવે અને હિંદીઓ તથા પરદેશીઓ જૈન સંસ્કૃતિનું દૃષ્ટિબિંદુ સમજે એવો પ્રયાસ સુયોગ્ય પ્રકારે કરવામાં આવે એ તો આનંદ અને અનુમોદનનો વિષય ગણાય, એમાં કોઇ સમજુ જૈન નારાજ હોય નહિ. નારાજી એ વાતની છે કે, જૈન સંસ્કૃતિને નામે અર્જુન સંસ્કૃતિ પ્રસાર પામે તેવાં પગલાં લેવાઇ રહેલા છે, વગેરે...’
""
આશરે ત્રીસ વર્ષ અગાઉ થયેલા આ પત્રવ્યવાર પછી પણ સરકારના દૃષ્ટિબિંદુમાં તે વખત કરતાં આજે કાંઇ પરિવર્તન આવ્યું હોય તેમ માનવાને કારણ નથી. એવા સંયોગોમાં ૨૬૦૦ માં જન્મદિનની રાષ્ટ્રીય સ્તરની ઉજવણીમાં જૈન ધાર્મિક સિદ્ધાંતોને નજર સામે રાખી ઉજવણીનો કાર્યક્રમ નક્કી કરાશે તેવી આશા અસ્થાને છે અને તેના એંધાણ પણ દષ્ટિગોચર થઇ રહ્યા છે. આથી આ પ્રસંગે ૨૫૦૦ માં નિર્વાણદિનની રાષ્ટ્રીય સ્તરની ઉજવણીના અનિચ્છનીય ઇતિહાસનું પુનરાર્વતત ન થવા પામે તે માટે જૈનોએ પહેલેથી જ જાગૃત બની ૨૦૦ મા જન્મદિનની રાષ્ટ્રીય સ્તરની ઉજવણી સામે પોતાનો વિરોધ દર્શાવી દેવો જોઇએ.
ચરમ તીર્થપતિની ૨૫૦ મી નિર્વાણ કલ્યાણકની રાષ્ટ્રીય સ્તરની ઉજવણીને અટકાવવા માટે શ્રી જૈન સંઘ તરફથી દિલ્હીની હાઇકોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. ભારત સરકાર તરફથી શ્રી જૈન સંઘે કરેલા કેસની વિરૂદ્ધમાં એક એફિડેવિટ દાખલ કરવામાં આવી હતી. તેમાં ભારત સરકારે સ્પષ્ટ જણાવ્યું હતું કે :
ભગવાન મહાવીરના રાષ્ટ્રીય સ્તરની ૨૫૦૦ માનિર્વાણ મહોત્સવની ઉજવણી સાથે કોઇ પણ ધાર્મિક પ્રવૃત્તિ ધાર્મિક વિધિ જોડાયેલાં નથી.
જેમ ૧૯૫૬ માં લોર્ડ બુદ્ધની ૨૫૦૦ મા નિર્વાણ દિવસની, ૧૯૬૧-૬૨ માં રવિન્દ્રનાથ ટાગોરની જન્મ શતાબ્દિની, ૧૯૬૯ માં મીરઝા ગાલિબની મૃત્યુ શતાબ્દિની, ૧૯૬૯ માં ગુરુ નાનકની ૫૦ મી જન્મજયંતિની, ૧૯૭૦માં