________________
અનંગ-ક્રીડા/અનાદિકાળ
અનાદિ મિથ્યાત્વી જીવોને હોય અથવા ન પણ હોય તે. અનંગ-ક્રીડા : જે અંગો કામક્રીડાનાં નથી, તેવાં અંગોથી કામક્રીડા કરવી.
અનંતકાય : એક શરીરમાં જ્યાં અનંતા જીવો સાથે વસે છે એટલે કે અનંતા જીવોની એક કાયા.
અનંતનાથ : ભરતક્ષેત્રમાં થયેલા ચૌદમા તીર્થંકર ભગવાન. અનંતર ઃ તરત જ, આંતરા વિના, વિલંબ વિના થનાર પ્રાપ્તિ. અનંતરપ્રયોજન ઃ તરત જે લાભ થાય તે, વક્તાને પરોપકાર કરવો તે, અને શ્રોતાને જ્ઞાનપ્રાપ્તિ કરવી તે અનન્તરપ્રયોજન. અનન્તાનુબંધી : અનંત સંસાર વધારે તેવો કષાય, યાવજ્જીવ રહે, નરકગતિ અપાવે, સમ્યકત્વનો ઘાત કરે તેવો કષાય. અનપવર્તનીય : બાંધેલ કર્મો ગમે
તેવાં નિમિત્તે મળે તો પણ તૂટે નીં તે.
બધા
દર્શનકારોનાં વચનો સત્ય છે એમ માને, વીતરાગ અને રાગી એમ બન્નેનું સાચું માને, બન્નેને
અનભિગ્રહિક મિથ્યાત્વ :
Jain Education International
S
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
ભગવાન માને તે.
અનભિલાપ્ય : શબ્દોથી ન બોલી શકાય, જે ભાવ શબ્દોથી ન કહી શકાય તે.
અનભ્યાસી : જેને જે વિષયનો અભ્યાસ નથી તે.
અનર્થકારી ઃ નુકસાન કરનાર, હાનિ પહોંચાડનાર.
અનર્થદંડ : બિનજરૂરિયાતવાળાં પાપ, જેના વિના ચાલે તેવાં
પાપ.
અનર્પણા : અવિવક્ષા, અપ્રધાનતા, મુખ્યતા ન કરવી તે. અનર્પિતનય : અવિક્ષિતનય, જ્યારે જે દૃષ્ટિ જરૂરી ન હોય ત્યારે તે દૃષ્ટિની અવિવક્ષા કરવી તે. અનાગત : ભાવિમાં થનાર, હજુ ન આવેલું, ભાવિમાં આવવાવાળું.
અનાચાર : અયોગ્ય આચાર, દુરાચાર, દુષ્ટ આચાર.
અનાદર ઃ આદર-બહુમાન ન કરવું તે, અપ્રીતિભાવ કરવો. અનાદિઅનંત : જેને આદિ પણ નથી અને અંત પણ નથી તે. અનાદિકાળ : આદિ પ્રારંભ વિનાનો કાળ, જેનો આદિકાળ નથી તે.
For Private & Personal Use Only
-
www.jainelibrary.org