________________
અણાહારીપદ/અદત્તાદાન
અણાહારીપદ : આહાર વિનાનું સ્થાન, જ્યાં ઓજાહારલોમાહાર કે વલાહાર એમ ત્રણમાંથી એકે આહાર નથી a.
અણાહારી પદાર્થ : જે વસ્તુ અશન-પાન-ખાદિમ અને સ્વાદિમમાં ન આવતી હોય તે, ઉપવાસાદિમાં કારણસર લઈ શકાય તે.
અણુવ્રત : નાનાં નાનાં વ્રત, શ્રાવકશ્રાવિકાનાં પ્રથમ પાંચ વ્રતો. અતિક્રમ : પાપ કરવાની ઇચ્છા થવી તે, પાપની ભાવના તે. અતિચાર : અજાણતાં પાપ થઈ
જાય તે, અથવા સંજોગવશાત્ પરવશપણે જાણીને જે પાપ થાય તે, પાપાચરણ કરવા છતાં પાપ કર્યાનું દુઃખ હૈયામાં હોય તે.
અતિપ્રસંગ : અતિવ્યાપ્તિ; જે જેનું લક્ષણ હોય તે તેની બહાર જાય તે.
અતિભારારોપણ ઃ અતિશય ભારનું આરોપણ કરવું તે, જેનાથી જેટલું ઊંચકી શકાય તેવું હોય તેના ઉપર વધુ ભાર નાખવો તે. અતિવ્યાપ્તિ : જે લક્ષણ જેનું કર્યું
Jain Education International
૪
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
હોય તેમાં પણ હોય અને તેના વિના અન્યમાં પણ જે હોય તે.
અતિશય : સામાન્ય માનવીમાં ન સંભવે એવું આશ્ચર્યકારી
જીવન.
અતિશય ઉત્કંઠા : તીવ્ર અભિલાષા, જોરદાર ઇચ્છા.
અતિશય જ્ઞાની : સર્વશ્રેષ્ઠ જ્ઞાનવાળા, સર્વજ્ઞ, કેવળજ્ઞાન
વાળા.
અતીત : ભૂતકાળનું, વીતી ગયેલું, થઈ ગયેલું.
અતીન્દ્રિયઃ ઇન્દ્રિયોથી ન જાણી શકાય તે, ઇન્દ્રિયોથી અગોચર.
અતીર્થસિદ્ધ ઃ ભગવાનનું તીર્થ
સ્થપાયા પહેલાં મોક્ષે જાય તે. અતુલબલ : અમાપ બળવાળા, જેના
બળની તુલના ન થાય તેવા. અત્યાગાવસ્થાઃ ત્યાગ વિનાનું
જીવન, ભોગમય જીવન. અત્યુદ્વેગ : અતિશય ઉદ્વેગ, મનમાં અતિશય નારાજી.
અથાગ પ્રયત્ન ઃ કોઈ કાર્ય પ્રત્યે અતિશય પ્રયત્ન, થાક્યા વિના
પ્રયત્ન.
અદત્તાદાન ઃ પારકી વસ્તુ લેવી, બીજાનું ન આપેલું લેવું તે.
For Private & Personal Use Only
www.jainelibrary.org