SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ અણાહારીપદ/અદત્તાદાન અણાહારીપદ : આહાર વિનાનું સ્થાન, જ્યાં ઓજાહારલોમાહાર કે વલાહાર એમ ત્રણમાંથી એકે આહાર નથી a. અણાહારી પદાર્થ : જે વસ્તુ અશન-પાન-ખાદિમ અને સ્વાદિમમાં ન આવતી હોય તે, ઉપવાસાદિમાં કારણસર લઈ શકાય તે. અણુવ્રત : નાનાં નાનાં વ્રત, શ્રાવકશ્રાવિકાનાં પ્રથમ પાંચ વ્રતો. અતિક્રમ : પાપ કરવાની ઇચ્છા થવી તે, પાપની ભાવના તે. અતિચાર : અજાણતાં પાપ થઈ જાય તે, અથવા સંજોગવશાત્ પરવશપણે જાણીને જે પાપ થાય તે, પાપાચરણ કરવા છતાં પાપ કર્યાનું દુઃખ હૈયામાં હોય તે. અતિપ્રસંગ : અતિવ્યાપ્તિ; જે જેનું લક્ષણ હોય તે તેની બહાર જાય તે. અતિભારારોપણ ઃ અતિશય ભારનું આરોપણ કરવું તે, જેનાથી જેટલું ઊંચકી શકાય તેવું હોય તેના ઉપર વધુ ભાર નાખવો તે. અતિવ્યાપ્તિ : જે લક્ષણ જેનું કર્યું Jain Education International ૪ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ હોય તેમાં પણ હોય અને તેના વિના અન્યમાં પણ જે હોય તે. અતિશય : સામાન્ય માનવીમાં ન સંભવે એવું આશ્ચર્યકારી જીવન. અતિશય ઉત્કંઠા : તીવ્ર અભિલાષા, જોરદાર ઇચ્છા. અતિશય જ્ઞાની : સર્વશ્રેષ્ઠ જ્ઞાનવાળા, સર્વજ્ઞ, કેવળજ્ઞાન વાળા. અતીત : ભૂતકાળનું, વીતી ગયેલું, થઈ ગયેલું. અતીન્દ્રિયઃ ઇન્દ્રિયોથી ન જાણી શકાય તે, ઇન્દ્રિયોથી અગોચર. અતીર્થસિદ્ધ ઃ ભગવાનનું તીર્થ સ્થપાયા પહેલાં મોક્ષે જાય તે. અતુલબલ : અમાપ બળવાળા, જેના બળની તુલના ન થાય તેવા. અત્યાગાવસ્થાઃ ત્યાગ વિનાનું જીવન, ભોગમય જીવન. અત્યુદ્વેગ : અતિશય ઉદ્વેગ, મનમાં અતિશય નારાજી. અથાગ પ્રયત્ન ઃ કોઈ કાર્ય પ્રત્યે અતિશય પ્રયત્ન, થાક્યા વિના પ્રયત્ન. અદત્તાદાન ઃ પારકી વસ્તુ લેવી, બીજાનું ન આપેલું લેવું તે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016082
Book TitleJain Paribhashik Shabdakosha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1997
Total Pages166
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy