________________
૧૭
પ્રગટ કરેલા છે, તે યથાર્થ રીતે શાંતરસના પોષક છે. તે સાથે દુર્યોધનના દુરાગ્રહ ઉપરથી પ્રહાવાસી મનુષ્યો તે પ્રસંગે ઘણું બધ મેળવી શકે તેમ છે.
એક્તાળીશમાં પ્રકરણથી કુરૂક્ષેત્રના મહાયુદ્ધને આરંભ થાય છે. તે પ્રસંગ વર્તમાનકાળે દેશાભિમાન અને ધર્માભિમાનમાં નિર્માલ્ય ગણુતિ જેનપ્રજાને સારી રીતે મનન કરવા જેવો છે. એજ પ્રસંગ વીરરસને ઉત્તેજક હોવાથી વાચકોના હદય વીરરસમાં મગ્ન થઈ જાય છે. ભારતભૂમિ ઉપર આ મહાયુદ્ધના જે બીજે યુદ્ધ પ્રસંગ થયેલ નથી. ભારતના સેંકડે શુરવીરોએ એ મહાયુદ્ધમાં પોતાના પ્રાણ અર્પણ કર્યા હતા. છેવટે પ્રતાપી પાંડવોનો વિજય થયો હતે. સત્કર્મ અને નીતિનું ફળ પાંડવોને મળ્યું અને પાપી દુર્યોધન આખરે તેના દુષ્ટકર્મનું ફળ પાસે હતે. નીતિ અને અનીતિને બધ આ સ્થળે સારે મળે છે. તે પછી ચુમાળીશમા પ્રકરણમાં જરાસંધ અને કૃષ્ણને પ્રસંગ આવે છે. આ સ્થળે કૃષ્ણ બતાવેલે પાંડવોનો અપૂર્વ સ્નેહ સારું દર્શન આપે છે. અર્જુનના સારથિ થઈ તેમણે યુદ્ધના વિકટ પ્રસંગે પાંડવોને જે હૃદયથી સહાય આપેલી એ સ્નેહ-સંબંધનો દિવ્ય પ્રભાવ સંબંધ ધરાવનારાઓને ઉત્તમ શિક્ષણ લેવા યોગ્ય છે. પૂર્વકાળે આર્યપ્રજામાં કે નેહ સંબંધ હતો, તે પૂર્ણ રીતે બોધનીય છે.
પીસ્તાળીશમા પ્રકરણમાં નીતિમાન યુધિષિર વિજયવાન થઈ હસ્તિનાપુરના મહારાજા બને છે. તે સમયે યુધિષ્ઠિરના ધર્મરાજ્યને પ્રસંગ વાચકેના હૃદયને અપૂર્વ આનંદ આપે તે છે. ધર્મ, નીતિ અને પ્રમાણિક્તાથી વર્તનાર પુરૂષનો પરિણામે જય થયા વિના રહેતો નથી, એ વાત યુધિષ્ઠિરના ચરિત્ર ઉપરથી સિદ્ધ થાય છે. પૂર્વ કર્મના યેમથી યુધિષ્ઠિર અનેક આપત્તિઓને ભક્તા થયા હતા, પણ આખરે તેની પવિત્ર મનોવૃત્તિ અને સદાચારમાં પ્રવૃત્તિ સફળ થયા વિના રહી