Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
द्वात्रिंशिका • પ્રસ્તાવના •
25 દ્વેષ, કદાગ્રહ આદિ બળવાન થવાથી જીવનો વિકાસ રુંધાઈ જાય છે, સમ્યક્ત્વ છેટું રહી જાય છે. માટે જ અપેક્ષાએ સૌથી શ્રેષ્ઠ ગુણ છે સરળતા, પ્રજ્ઞાપનીયતા. આગળ કહેલાં ઉપાયથી જીવ અવેદ્યસંવેદ્ય પદ ઉપર વિજય મેળવે અને વેધસંવેધપદની પ્રાપ્તિ કરે પછી તો સર્વધેશ ક્ષય રૂપ મોક્ષ ખૂબ નજીક આવી જાય છે.
સૂરિપુરંદર હરિભદ્રસૂરિજીએ પણ આ વિષયનું ખૂબ ઊંડુ મંથન યોગદૃષ્ટિ સમુચ્ચયમાં રજૂ કર્યું છે. ૨૨૮માંથી લગભગ ૮૮ શ્લોક આ વિષયમાં રોકેલાં છે. બાકીના ૧૪૦ શ્લોકમાં ભૂમિકા, ૮ દૃષ્ટિનું નિરૂપણ અને ઉપસંહાર આવી જાય છે. એ જ આ વિષયના અત્યંત મહત્ત્વને બતાવે છે. આથી વાચકો મારા આ પ્રયાસની પણ આવશ્યકતા સમજી શકશે.
• ૨૪મી સદ્દષ્ટિ બત્રીસી .. ૨૩મી બત્રીસીમાં કહ્યું કે અવેદ્યસંવેદ્ય પદ ઉપર વિજય મેળવવાથી કુતર્કની નિવૃત્તિ થાય છે અને આ જ કર્તવ્ય છે. આથી આના ફળસ્વરૂપે પ્રાપ્ત થતી સ્થિરાદિ ૪ સદ્દષ્ટિઓનું આ બત્રીસીમાં વર્ણન છે. - આ આઠે ય દષ્ટિઓ હકીકતમાં આંતરિક બોધની પારાશીશી છે. બોધની નિર્મળતા અને બળવત્તા જેમ જેમ વધે તેમ તેમ જીવ ઉપર ઉપરની દૃષ્ટિમાં આવતો જાય છે. આથી કયારેક સાધુવેષ હોવા છતાં ય અલ્પ અને મલિન બોધના કારણે પ્રથમ ચાર દૃષ્ટિમાં હોય. તથા નિર્મળ બોધવિશેષ હોવાથી ગૃહસ્થ છતાં પાંચમી વગેરે દૃષ્ટિમાં હોઈ શકે છે. ગ્રંથિભેદવાળી આ સ્થિરાદિ ૪ દૃષ્ટિમાં નિર્મળ સૂક્ષ્મબોધ હોય છે.
પસ્થિરા ૬. કાંતા ૭. પ્રભા ૮. પરા -આ ચારેયમાં ક્રમશઃ પ્રત્યાહાર-ધારણા-ધ્યાન-સમાધિ રૂપ અષ્ટાંગ યોગ પૈકી એક-એક નવું યોગાંગ મળે છે. ક્રમશઃ સૂક્ષ્મબોધ-મીમાંસા-તત્ત્વમતિપત્તિ-સાત્મીકૃત (સ્વાભાવિક) પ્રવૃત્તિ રૂ૫ ગુણની પ્રાપ્તિ અને ભ્રમ-અન્યમુદ્રોગ-આસંગ રૂ૫ ૪ દોષોની ક્રમશઃ નિવૃત્તિ થાય છે. ચારે ય દૃષ્ટિઓમાં જુદાં જુદાં ક્રમશઃ રત્ન-તારા-સૂર્ય-ચંદ્રના પ્રકાશની ઉપમા ઘટાવી છે. - અહીં વિશેષ આનંદની વાત એ છે કે વર્તમાન બહુશ્રુત મુનિરાજશ્રી યશોવિજય મહારાજે “નયેલતા' વૃત્તિમાં આઠ ય યોગદષ્ટિના વિષયમાં ચિંતનનું એક નવું દ્વાર ખુલ્લું મૂક્યું છે. “નયેલતામાં તેઓએ “મઝિમનિકાય' નામના બૌદ્ધ ગ્રન્થમાં વર્ણવેલ સમ્યફદૃષ્ટિ-સમ્યફસંકલ્પ- સમ્યફ વાચા-સમ્યફ કર્મસમ્યફ આજીવ-સમ્યમ્ વ્યાયામ-સમ્યફ સ્મૃતિ-સમ્યફ સમાધિ રૂપ અષ્ટાંગ માર્ગનો પણ સમાવતાર કરેલો છે. તથા “રામગીતા', “વરાહોપનિષદ્' વગેરે વૈદિક ગ્રન્થોક્ત આત્મિકવિકાસની ભૂમિકાઓનું અહીં સમ્યફ અવતરણ કરેલું છે. જેમકે રામગીતાદિમાં વર્ણવેલ શુભેચ્છા-વિચારણા-તનમાનસી-સજ્વાપત્તિ-અસંસક્તિપદાર્થોભાવના-તુગા રૂપ ૭ કર્મ ભૂમિકાઓનો પણ મિત્રા વગેરે આઠ દૃષ્ટિઓમાં સમવતાર કરેલો છે. આ બિના તેઓની અદ્ભુત સમન્વયદષ્ટિની ચાડી ખાય છે.
શાસ્ત્રોમાં પરકીય અપસિદ્ધાંતોના ખંડનની પરંપરામાં ઓટ આવેલી નથી. જણાતી. પણ આ રીતે સ્યાદ્વાદગર્ભિત સમન્વયદષ્ટિથી સમવતારનું કાર્ય ખૂબ ઓછું થાય છે. આથી તે ખૂબ આવકાર્ય અને સ્તુત્ય છે. આમાં અજુગતું કાઈ નથી. જો પરાઈ સંખ્યામાં “સો સંખ્યાની જેમ સર્વનયમય જિનશાસનમાં એકનયમય પરદર્શનનો અવતાર શી રીતે થાય ? એનું જ્ઞાન ન હોય તો મહોપાધ્યાયજી યશોવિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org