Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
24
• પ્રસ્તાવના .
द्वात्रिंशिका
હોય- કુતર્ક હોય. આગમથી સર્વ જાણ્યા પછી તેના ઉપર તેને અનુસરીને જ અનુમાન કરાય, શબ્દાદિ લિંગથી તેના અર્થનો નિશ્ચય કરાય; ‘અમુક રીતે સંગત થાય છે, બીજી રીતે નહીં' ઈત્યાદિ ઊહાપોહ કરાય તો તેથી પણ વિશિષ્ટ જ્ઞાનાવરણાદિ કર્મનો ક્ષયોપશમ થવાથી તત્ત્વનો બોધ થાય છે.
આ બન્ને ય તબક્કા દ્વારા વસ્તુના આંતરિક તત્ત્વનો નિર્ણય થાય છે. તેના હેય અને ઉપાદેયાદિ સ્વરૂપનો જે બોધ થાય છે, તેનો અભ્યાસ તે યોગાભ્યાસ.. યોગાભ્યાસ એટલે વિહિતક્રિયાનું કરવું. અને નિષિદ્ધ ક્રિયાનો ત્યાગ. જિનપૂજા, પ્રતિક્રમણ, દયા આદિ વિહિત ક્રિયાનો યથાશક્ય અમલ કરતાં જવું. અનાચાર, દુરાચાર, વ્યભિચાર, ભ્રષ્ટાચાર વગેરેનો ત્યાગ કરતાં જવું. આવા યોગાભ્યાસથી ય વસ્તુના સ્વરૂપનું જ્ઞાન થાય છે. આ જ્ઞાન આત્મામાં પરિણામ પામી ગયેલ હોવાથી ખૂબ દૃઢ હોય છે. દા.ત. ‘રાત્રિભોજનનો ત્યાગ શાસ્ત્રવિહિત છે. કારણ કે તેમાં અસંખ્ય જીવોની હિંસા છે.’ આનું જ્ઞાન થયા બાદ તેના નરકાદિ ફળ વગેરેનો નિશ્ચય થયા બાદ, પણ જ્યારે તેને અમલમાં મૂકવાનો અભ્યાસ કરાય અને તેને આત્મસાત્ કરાય ત્યારે આત્મામાં જ અદૃશ્ય એવા પણ તે અસંખ્ય જીવોનું સંવેદન થાય છે.. ભગવાનના વચનની શ્રદ્ધા હવે નિશ્ચયાત્મક તબક્કાથી આગળ વધીને સંવેદનાત્મક તબક્કે પહોંચી ગઈ એમ સમજવું. આચાર્ય હરિભદ્રસૂરિજી ‘યોગદૃષ્ટિ- સમુચ્ચય'માં કહે છે કે ‘આગમપ્રધાન પ્રાજ્ઞ શ્રદ્ધાળુ આત્મા શીલવાળો (પરદ્રોહથી અટકેલ) અને યોગમાં તત્પર હોય તેને પુણ્ય, પાપ વગેરે અતીન્દ્રિય પદાર્થોનું પણ સંવેદનાત્મક જ્ઞાન થાય છે.’
–
આગમનો બોધ થયા પછી ય વિહિત-ક્રિયાના આચરણ રૂપે યોગાભ્યાસથી જ તે શ્રદ્ધા સાચી હોવાનું સાબિત થાય છે. યોગાભ્યાસથી શાસ્ત્ર શ્રદ્ધા ખૂબ પાકી થાય છે. જે યોગાભ્યાસમાં પ્રયત્નશીલ છે તેને જ કર્મવશ કરવા પડતાં રાત્રિભોજન કે હિંસાદિના પાપોનો ડંખ સતત રહ્યા કરે છે. આથી તેના પ્રત્યેની હેયબુદ્ધિ સતત જાગ્રત રહેવાથી બાધક કર્મ તૂટતાં ક્રમશઃ યોગની સિદ્ધિ પણ તે મેળવે છે. આ ત્રણેયના ક્રમથી જ શ્રેષ્ઠ તત્ત્વની પ્રાપ્તિ થાય છે.
આમ તત્ત્વ પ્રાપ્તિના આ ત્રણેય ઉપાયો જે પતંજલિ મુનિએ કહેલાં છે તે સ્વમતે પણ સ્વીકૃત હોવાથી ‘યોગદૃષ્ટિસમુચ્ચય'માં આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ જણાવેલાં છે. તે આ પ્રમાણેआगमेनाऽनुमानेन योगाभ्यासरसेन च । त्रिधा प्रकल्पयन् प्रज्ञां लभते तत्त्वमुत्तमम् ।। ( यो दृ.स.१०१) આ યોગાભ્યાસ વિનાનો શાસ્ત્રાભ્યાસ સંસારનું કારણ બને છે. યોગબિંદુમાં જણાવેલ છે કે पुत्रदारादिसंसारः पुंसां विमूढचेतसाम् । विदुषां शास्त्रसंसारः सद्योगरहितात्मनाम् ।। ५०९ ।। સંસારી મૂઢ જનોને પુત્ર, પત્ની વગેરે રૂપ સંસાર હોય છે. જ્યારે પંડિત જનોને સદ્યોગાભ્યાસ ન હોય તો તેમને શાસ્ત્ર જ સંસાર(હેતુ) બની જાય છે.
અહીં ૨૩મી કુતર્કગ્રહનિવૃત્તિ-બત્રીસી ઉપર જ ઘણું કહી દીધું છે. આ વિષય જ એવો છે કે એના પર ઘણું ચિંતન કરવા યોગ્ય છે. કારણ કે પહેલી મિથ્યાત્વસંબંધવાળી ૪ ષ્ટિઓ અને આગળની સમ્યક્ત્વસંબંધવાળી ૪ દૃષ્ટિઓ વચ્ચે અહીં એક મહત્ત્વની ભેદ-રેખા ચર્ચાઈ છે. સ્થિરાદિ છેલ્લી ૪ દૃષ્ટિઓ સૂક્ષ્મબોધપૂર્વકની છે. એ સૂક્ષ્મબોધ ગ્રંથિભેદ વિના થાય નહીં. વળી, ગ્રંથિભેદ કાર્ય પણ અવેઘસંવેઘ-આશયસ્થાન જોર મરતું હોય ત્યારે શક્ય નથી. પૂર્વોક્ત અવેઘસંવેદ્ય-પદની હાજરીમાં સ્યાદ્વાદગર્ભિત નય-નિક્ષેપપ્રમાણાદિ દ્વારા થતાં સૂક્ષ્મબોધના અભાવે કુતર્ક, દૃષ્ટિરાગ, અન્યદર્શની ઉપર
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International