Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
द्वात्रिंशिका • પ્રસ્તાવના
23 એકાંતે માન્ય નથી પણ અમુક અપેક્ષાએ જ માન્ય છે' એમ પુરવાર કરેલું છે. આથી તેનો પણ નય સાપેક્ષ રીતે સમન્વય કરવા યોગ્ય છે. વળી ગૌતમબુદ્ધચરિત્ર વગેરે બૌદ્ધ ગ્રન્થોના પાઠો દ્વારા જ તેઓને વસ્તુની નિયતા પણ માન્ય હોવાનું સાબિત કર્યું છે. આવા સંદર્ભો આપવા નૂતન નયેલતાવૃત્તિકાર મુનિવરે પુષ્કળ પરિશ્રમ લીધો છે. અને આ તેઓની અસ્મલિત મેઘા બહુશ્રુતતાની ગવાહી પૂરે છે.
અથવા એક જ સર્વજ્ઞની દેશના અચિંત્ય સામર્થ્યથી જુદાં જુદાં શ્રોતાઓને જુદી જુદી રીતે પરિણમન થવાથી જુદી જુદી ભાસે છે.
અથવા દુઃષમાદિ કાળને આશ્રયીને દ્રવ્યાર્થિકાદિ તે તે નયથી અનેકરૂપે જણાતી પણ કપિલાદિ ઋષિની દેશનાનું મૂળ એક જ સર્વજ્ઞ છે. આથી તેઓની દેશનાનું ખંડન કરવું તે ખૂબ અનર્થક છે. કેમ કે તે વસ્તુતઃ સર્વજ્ઞનું જ ખંડન છે. સર્વનયમય જિનશાસન હોવાથી જિનશાસનમાં રહેલ વ્યક્તિએ તો તે તે નયથી તે તે વિભિન્ન દેશનાનો સમન્વય જ કરવો જોઈએ. - આ રીતે સર્વદર્શનોની આકાંક્ષા રાખવાથી સર્વાકાંક્ષા નામનો સમ્યગદર્શન સંબંધી અતિચાર લાગે તેનું શું? આવી શંકા થતાં મુનિપુંગવશ્રી યશોવિજય મહારાજે આનો સુંદર જવાબ આપેલો છે કે ઉચિત વિવેકદષ્ટિના પ્રભાવે તે અતિચારને અવકાશ નથી. આ વાતને તેઓએ શાસ્ત્રોક્તિ દ્વારા સ્પષ્ટ કરી દીધી છે.
વળી “નયેલતા'માં કપિલાદિનું સર્વજ્ઞપણું તત્ત્વથી છે કે ઉપચારથી/વ્યવહારથી ? એ વાતને પણ સંદિગ્ધ રહેવા દીધી નથી. આથી ચોથી બત્રીસીમાં સુગત(બુદ્ધ)ના સર્વજ્ઞપણાનો નિષેધ અને આ ર૩મી બત્રીસીમાં સર્વજ્ઞપણાનો સ્વીકાર -એ વિરોધાભાસનું પણ સમાધાન કરી દીધું છે. આવા નિરૂપણથી ખરેખર વાચકવર્ગ ઉપર નયલતા વ્યાખ્યા દ્વારા અદ્ભુત ઉપકાર થવા પામ્યો છે.
છેલ્લો નિષ્કર્ષ :- આ બધી ય વાત કરી તેનો અંતિમ-નિષ્કર્ષ એ જ આવ્યો કે સર્વજ્ઞનું વચન જ અનુસરવા યોગ્ય છે. અર્થાત્ હાર્દિક શ્રદ્ધાથી જ યોગમાર્ગમાં આગળ વધવા યોગ્ય છે. સર્વજ્ઞવચનથી વિરોધી બનતાં તર્કો-કુતર્કો એ કદાગ્રહાદિ દોષોના જનક હોવાથી કરવા યોગ્ય નથી. વળી, સ્વમતિથી અનુમાનાદિની પણ આસ્થા રાખવા જેવી નથી. અહીં મૂળ ગ્રન્થકાર પોતે રાજર્ષિ ભર્તૃહરિના શબ્દો ટાંકીને અનુમાનથી સાવધાન કરે છે. અત્રેનાડનુમિતોડગર્થ: શનૈનુમાતૃમિ | મયુરન્થરાર્થોપવીતેલા અહીં ભર્તુહરિએ કહ્યું છે કે કુશળ એવા પણ અનુમાનજ્ઞાની વ્યક્તિ વડે અનુમાનથી જાણેલ પદાર્થ બીજા વધુ કુશળ અનુમાતા વડે બીજી જ રીતે (અસિદ્ધિ આદિ રૂપે) જણાવાય છે.
વર્તમાનમાં ય એક વૈજ્ઞાનિક તર્કથી (Logically) સ્થાપિત કરેલ સિદ્ધાંત પાછળથી અન્ય વૈજ્ઞાનિકો દ્વારા બીજી રીતે જ સ્થાપિત કરાતો જોવા મળે છે. દા.ત. (૧) ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત (૨) અણુ અવિભાજ્ય હોવાનો નિષ્કર્ષ. “નયેલતા'માં આ વિષયમાં સુંદર સંવાદી સંદર્ભ ટાંકેલો છે“બ્રિસ્તારિત્નગોડદં નિરક્શન:” (મહાવીરગીતા-૨૪૦૦)
વળી, મુક્તિ અવસ્થામાં ક્ષાયોપશમિક ક્ષમા આદિ ધર્મો પણ જો ત્યજી દેવાના છે તો મિથ્યાભિનિવેશને જ તગડો બનાવતા કુતર્કનો વળગાડ શું રાખવાનો છે ? એ તો સુતરાં ત્યાજ્ય છે.
વસ્તુતત્ત્વની પ્રાપ્તિના ૩ ઉપાયો - વસ્તુતઃ વસ્તુના તત્ત્વનું સ્વરૂપનું જ્ઞાન ૩ રીતે થાય છે. (૧) આગમથી (૨) અનુમાનથી અને (૩) યોગાભ્યાસથી. તેમાં આગમ એટલે આપ્તવચન. શ્રદ્ધાપૂર્વક તેના સ્વીકારથી વસ્તુતત્ત્વનું જ્ઞાન થાય છે. આગમ એ મુખ્ય પ્રધાન છે. એ વિના અનુમાન/તર્ક એ આભાસિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org