Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
द्वात्रिंशिका
• પ્રસ્તાવના .
કિંતુ કદાગ્રહરહિત અંતઃકરણની આવશ્યકતા છે. અધ્યાત્મસારમાં પણ કહ્યું છે કે, જે કદાગ્રહરહિત છે તે વિશેષને નહીં જાણવા છતાંય સામાન્યથી યોગમાં આસ્થાવાળો હોવા છતાં પણ સર્વજ્ઞની સેવા કરનારો છે.
21
विशेषमप्यजानानो यः कुग्रहविवर्जितः । सर्वज्ञं सेवते सोऽपि सामान्ययोगमास्थितः । । ( अ. सा. योगाधि. ६३)
કદાચ મુખ્ય સર્વજ્ઞને સ્વીકારનારા વિભિન્ન દર્શનસ્થ યોગીઓની પ્રાથમિક અપુનર્બંધકાદિ અવસ્થાને ઉચિત એવા આચારમાં તફાવત પડતો હોવાને લીધે એક જીવ સર્વજ્ઞની નજીક હોય અને બીજો દૂર હોય એવો તફાવત પડે છે, તો પણ રાજાના ભિન્ન આચારવાળા મંત્રી, દ્વારપાળ આદિ સેવકની જેમ એક જ સર્વજ્ઞના તેઓ સેવક કહેવાય છે.. આ બાબત ‘યોગદિષ્ટ સમુચ્ચય'માં અને ‘અધ્યાત્મસાર’ના યોગાધિકાર શ્લોક ૬૩ થી ૬૬માં વર્ણવેલી છે.
આમ આ તમામ વસ્તુ સર્વ દર્શનોના સામાન્ય અંશને લઈને સમન્વયપ્રધાન દૃષ્ટિથી કરેલી છે. આથી વાદ-વિવાદો, કુતર્કો અને મોહનીય કર્મોદય જનિત મૂંઝવણોનું શમન થાય છે.. દિષ્ટરાગ મોળો પડે છે. આમ થતાં જીવ સાચા તત્ત્વ ભણી આગળ વધે છે.
વર્તમાનમાં પણ ઘણા બધાં વાદ-વિવાદોના અપ્રધાન વિષયો વસ્તુતઃ ગૌણ કરી શકાય તેમ છે. જો તેવા વિવાદાસ્પદ વિષયોને આગળ ન કરાય, ખૂબ મહત્ત્વ ન અપાય તો જરૂર શ્રીશ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘમાં ઐક્યનું અને સંગઠનનું વાતાવરણ ખડું થઈ શકે તેમ છે. વિવાદગ્રસ્ત વિષયોને બાજુ ઉપર મુકાય, ગૌણ કરાય અને સંવાદી વિષયોને લક્ષ્યમાં લેવાય - પ્રાધાન્ય અપાય તો જરૂર શ્રીસંઘમાં ઐકયની વસંત ખીલી ઉઠે. શ્રીશ્રમણસંઘમાં કેટલાં બધાં મુદ્દા ઉપર એકમતી છે ? કોઈ પણ પાંચથી ઓછા મહાવ્રતને માનતાં નથી, રાત્રિભોજનને બધાં ય નરકદ્વાર કહે છે. કંદમૂળને ત્યાજ્ય જ ગણે છે. ષટ્જવનિકાયમાં જીવત્વ સ્વીકારે છે. તેની રક્ષામાં ઉદ્યમ કરે છે. ઈત્યાદિ.
અતીન્દ્રિય પદાર્થો વિષે કાલાતીતનો અભિપ્રાય :- કાલાતીત નામના એક મધ્યસ્થ વિદ્વાનનું મંતવ્ય છે કે જુદાં જુદાં દેવોની પૂજામાં મધ્યસ્થભાવનો આશ્રય કરીને સર્વોત્કૃષ્ટ સર્વગુણસંપન્નતા રૂપે એક જ શુદ્ધ દેવતત્ત્વની સેવાભક્તિ કરવી જોઈએ. પણ તેઓ અતીન્દ્રિય હોવાથી તેઓના જુદાં જુદાં નામો અને જુદાં જુદાં સ્વરૂપોની ચિંતા કરવી ન જોઈએ. આ જ રીતે સંસારના કારણભૂત રૂપે માનેલ તત્ત્વ તરીકે એક જ હોવાથી અવિદ્યા, કર્મ, ક્લેશ, વાસના, પાશ આદિ નામ ભેદ અને તેના સ્વરૂપના ભેદની ચિંતા કરવી ન જોઈએ. કારણ કે આ પણ અતીન્દ્રિય વસ્તુ છે. અને અતીન્દ્રિય વસ્તુ અનુમાનથી સામાન્યરૂપે જ જાણી શકાય છે. વિશેષરૂપે જાણી શકાતી નથી. તો શા માટે એના વિશેષ ગુણધર્મો અંગે વાદ-વિવાદ, તર્ક-વિતર્ક કરવા ? વળી, નીચેના ચાર કારણસર પણ આની ચર્ચામાં પડવા જેવું નથી. विशेषस्याऽपरिज्ञानाद् युक्तीनां जातिवादतः । प्रायो विरोधतश्चैव फलाऽभेदाच्च भावतः ।। (यो .बि . ३०४)
મતલબ એ છે કે (૧) બધાં ય (છદ્મસ્થ) દાર્શનિકોને ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન સર્વોત્કૃષ્ટ સર્વગુણસંપન્નત્વ આદિ રૂપે સામાન્યથી જ થાય છે, પણ ઈશ્વરના સર્વ વિશેષ ગુણધર્મોનું જ્ઞાન અનુભવમાં આવતું નથી. (૨) વળી, ઈશ્વરના સ્વરૂપની પુષ્ટિ માટે અપાતી અનુમાનરૂપ યુક્તિઓ અસિદ્ધિ આદિ દોષને લીધે યુક્તિ-આભાસ(અસત્ યુક્તિ) હોય છે. (૩) સર્વ દર્શનોના મતોમાં પરસ્પર વિરોધ આવે છે. વેદાંત આદિ દર્શનોમાં અંદર-અંદર જ ઈશ્વરના સ્વરૂપ વિશે વિરોધ જોવા મળે છે અને (૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org