Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
20
• પ્રસ્તાવના :
द्वात्रिंशिका સર્વોત્કૃષ્ટ સર્વગુણસંપન્ન રૂપે સ્વીકાર કરવો તે જ વાસ્તવિક ભક્તિ છે. પણ ઉપાસ્ય તત્ત્વનો માત્ર બાહ્ય વૈભવ કે ચમત્કારાદિથી અંજાઈ જઈને કે દષ્ટિરાગથી સ્વીકાર કરવો તે વાસ્તવિક ભક્તિ નથી. સર્વોત્કૃષ્ટ ગુણોથી આવર્જિત થયેલો ભક્ત કદી ઠગાતો નથી. મહાકવિશ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીએ “કાત્રિશત્ દ્વાત્રિશિકાઓમાં આ જ વાત કરી છે___ न भवन्तमतीत्य रंस्यते, गुणभक्तो हि न वञ्च्यते जनः ।। (प्राचीन द्वा.द्वा.४/२)
આમ સર્વોત્કૃષ્ટ સર્વગુણસંપન્નરૂપે સર્વજ્ઞનો સ્વીકાર જેટલાંને છે તેઓ બધાં ય એક જ મુખ્ય સર્વજ્ઞને આશ્રિત છે. જેમ જીવનું લક્ષણ ચૈતન્ય બધાં ય જીવોમાં એક જ છે, ચૈતન્યરૂપે બધા જીવ એક છે; તેમ જે જે આરાધ્ય પુરુષોમાં સર્વોત્કૃષ્ટ સર્વગુણસંપન્નત્વ, સર્વદોષરહિતત્વ રૂપ સર્વજ્ઞપણું હોય તે બધાં ય સર્વજ્ઞપણાથી એક જ છે. બુદ્ધ, શંકર, જિનેશ્વર વગેરે નામ જુદાં જુદાં હોવા છતાં ય આરાધ્ય દેવમાં સર્વગુણસંપન્નતા રૂપે એક જ ગુણધર્મને આગળ કરીને જે જે ભક્તો ઉપાસના કરે છે તે બધાંય મુખ્ય એક જ સર્વજ્ઞને આશ્રિત છે. ' સૂરિપુરંદર હરિભદ્રસૂરિજી “યોગદષ્ટિ સમુચ્ચયમાં કહે છે કે આવા નિર્ણયનો સ્વીકાર તે શ્રેષ્ઠ જાય છે. આ તમામ પદાર્થો “નયેલતા ટીકા અને ગુજરાતી વિવેચનમાં અસંદિગ્ધ રીતે સ્પષ્ટ કરી દેવાયા છે.
બહુશ્રુત “નયેલતા વૃત્તિકાર' મુનિરાજશ્રી યશોવિજય મહારાજે આ વિષયમાં સ્વ અને અન્ય દર્શનના અનેક શાસ્ત્રપાઠો દર્શાવીને કમાલ કરી છે. ૧૫મા શ્લોકની “પ્રતિપત્તે વસ્તુત: સર્વજ્ઞવિષયઋત્વી .' એ પદાર્થને “શાખાચંદ્રન્યાય' દ્વારા ખૂબ સુંદર રીતે સમજાવેલ છે.
અહીં આ વાત ભૂલવી ન જોઈએ કે સર્વજ્ઞના સ્વીકારની જે વાત છે તે પૂર્વોક્ત ભવરોગને દૂર કરનારા આદિ રૂપે સામાન્યથી જ છે. વિશેષ રૂપે નહીં. કારણ કે સર્વજ્ઞમાં રહેલા સર્વ વિશેષ ગુણધર્મોને છબસ્થ-સંસારી જીવ જાણી શકતો જ નથી. અહીં પ્રાસંગિક રીતે ‘નયલતા' વૃત્તિકારે “જૈનોને જ મુખ્યસર્વજ્ઞની ભક્તિ હોય છે. કેમ કે તેઓ વિશેષજ્ઞ છે. અન્ય દર્શનવાળા ઉપાસકો સામાન્યથી જોનારા હોવાથી તેઓમાં મુખ્ય સર્વશનો સ્વીકાર ન હોઈ શકે” એ વાતનો રદિયો આપતાં કહ્યું છે કે બોધનું ઓછાવત્તાપણું હોવા છતાં ય તમામ છદ્મસ્થોને સર્વજ્ઞગત સર્વ વિશેષતાની અપેક્ષાએ સામાન્યથી જ બોધ હોવાથી સામાન્યથી જ મુખ્ય સર્વજ્ઞનો સ્વીકાર સંભવે છે. આગળ સ્પષ્ટતા કરી છે કે કદાગ્રહથી રહિત-સરળ-ભદ્રિક જીવોને તેવી વ્યક્તિ એકાંતે આત્મકલ્યાણ કરનારી જ બને છે.
આ રીતે “રાગ-દ્વેષરહિત નિર્મળબુદ્ધિથી ઔચિત્યપૂર્વક સર્વજ્ઞકથિત વચનના પાલનમાં તત્પર એવા સર્વદર્શનમાં રહેલા યોગીઓની તુલ્યતા વિચારવી જોઈએ' એમ ૧૭મા શ્લોકમાં ગ્રન્થકારે જણાવ્યું છે. અહીં “નયેલતા' વૃત્તિકાર મુનિવર્યે બે વસ્તુની અંદર તારવણી કરી છે (૧) જેઓ પોતાની ભૂમિકાને ઉચિત સર્વજ્ઞકથિત આજ્ઞાના પાલનમાં તત્પર નથી, તેઓ કેવળ વાણી કે લેખન આદિથી પોતાને સર્વજ્ઞભક્ત બતાવે તો પણ તેઓ વસ્તુતઃ મુખ્ય સર્વજ્ઞના ભક્ત બનવા માટે યોગ્ય નથી. (૨) વળી “મારા જ દેવ ભગવાન છે, બીજાના દેવ ભગવાન નથી” એવા કદાગ્રહથી ગ્રસ્ત અંત:કરણવાળા જીવો કદાચ દુષ્કર તપ આદિ કરે તો પણ તેઓમાં મુખ્ય સર્વજ્ઞની પ્રતિપત્તિ-ભક્તિનો સ્વીકાર સંભવતો નથી... આ વિધાનથી એમ સૂચિત થાય છે કે મુખ્ય સર્વજ્ઞની ભક્તિ માટે દુષ્કર તપ આદિ અનુષ્ઠાન નહીં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org