Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
19.
द्वात्रिंशिका
• પ્રસ્તાવના • ફળ છે. જો તે સમતારૂપ ફળ ન આપે. બલ્ક, વિપરીત ફળ આપે તો તેને કુતર્ક કહેવો પડે.
બુદ્ધિ જ મારે અને તારે પણ :- માણસ પાસે બુદ્ધિ હોવી એ ખરાબ બાબત નથી. જો કુતર્કની જાળથી બુદ્ધિને મુક્ત કરીને સ્વચ્છ કરાય તો તે જ બુદ્ધિ દ્વારા વસ્તુના સાચા સ્વરૂપનું સુંદર રીતે નિરૂપણ-પ્રતિપાદન કરી શકાય છે. વળી, સ્યાદ્વાદગર્ભિત શ્રુતજ્ઞાનથી પરિકર્મિત બનેલી તેવી બુદ્ધિ તો સુંદર તર્કો દ્વારા સમન્વય-દષ્ટિને પ્રાપ્ત કરાવશે. આવી સમન્વયદષ્ટિથી જ જગતમાં ચાલતાં વાદવિવાદથી સ્વયં અળગા બનીને અનેક પ્રાજ્ઞ મુમુક્ષુઓને પણ તેનાથી દૂર રાખીને આજ્ઞા-પ્રધાન જીવન જીવવાની શૈલી અપનાવી શકાય છે.
આવું જ ચિંતનનું જે ખેડાણ ૧૪૪૪ ગ્રન્થના રચયિતા સૂરિપુરંદર આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ કરેલું છે તેને અનુસરીને મહોપાધ્યાયજીએ પણ અહીં નિરૂપણ કરેલું છે. તેઓએ દાર્શનિક મતભેદવિવાદોને ફગાવીને “સારું તે મારું' ના ન્યાયથી દરેક દર્શનમાં રહેલ સારી બાબતને આગળ કરીપુષ્ટ કરી શાસ્ત્ર અબાધિત રીતે સમન્વય કરનારું ઐદપર્યાર્થપ્રધાન ચિંતન રજૂ કર્યું છે.
અતીન્દ્રિય પદાર્થની સિદ્ધિ શાસ્ત્રથી જ થાય, તર્કથી નહીં –એ વાત આના દ્વારા નક્કી થઈ. પણ અહીં પ્રશ્ન એ થાય કે શાસ્ત્રો ભિન્ન ભિન્ન હોવાથી શાસ્ત્રો ઉપર શ્રદ્ધા પણ શું થાય ?
આ વાતનું સમન્વયાત્મક સમાધાન આપતાં ગ્રન્થકાર જણાવે છે કે તત્ત્વથી એટલે કે ધર્મવાદની અપેક્ષાએ શાસ્ત્રોનો ભેદ નથી. આનો સુંદર અને જરૂરી ખુલાસો પ્રસ્તુત “નયેલતા” વૃત્તિકારશ્રીએ કરેલો છે કે ૮મી બત્રીસીમાં જણાવ્યા મુજબ પાપભીરુ, મધ્યસ્થ અને તત્ત્વજ્ઞો વડે આરંભાયેલ કથા સ્વરૂપ ધર્મવાદના અભિપ્રાયથી અર્થાત ગુણને ગ્રહણ કરવામાં તત્પર એવી તત્ત્વબુદ્ધિથી-ઐદત્પર્યાર્થના બોધની અપેક્ષાએ પરસ્પર ભિન્ન અર્થના પ્રતિપાદન રૂપ) શાસ્ત્રભેદનો અભાવ છે. અર્થાત ઔદમ્પર્ધાર્થની અપેક્ષાએ શાસ્ત્રનો અભેદ છે. કારણ કે શાસ્ત્રના ઉપદેશકોનો અભેદ છે.
જુદાં જુદાં બૌદ્ધ, સાંખ્ય આદિ શાસ્ત્રકારોએ જે જુદી જુદી અનિત્યત્વ, નિત્યત્વ આદિ વસ્તુધર્મને મુખ્ય બનાવીને દેશના આપી છે તે શ્રોતાની વિભિન્ન ભૂમિકાની અપેક્ષાએ સમજવી. તેનો ખ્યાલ સ્કૂલ બુદ્ધિવાળા જીવોને આવતો ન હોવાથી શાસ્ત્રોનો અભેદ હોવા છતાં ય તેમને ભેદ દેખાય છે.
શંકા - જુદાં જુદાં ધર્મશાસ્ત્રના પ્રણેતાઓ વચ્ચે અભેદ શાથી છે? એમની વચ્ચે અભેદ હોય તો શાસ્ત્રનો અભેદ સિદ્ધ થાય ને? સમાધાન :- વિવિધ શાસ્ત્રકારો વચ્ચે વસ્તુતઃ અભેદ જ છે, ભેદ નથી. તેનું કારણ છે કે (૧) એક તો તે બધાં ય ભવ રૂપી વ્યાધિને દૂર કરનારા શ્રેષ્ઠ વૈદ્ય છે. અને (૨) તેઓમાં પોતાના આશ્રિતોની વંચના કરવી આદિ રૂપ કોઈ દોષ નથી. આમ સ્વરૂપથી ભેદ છતાં અવંચત્વરૂપે એકતા હોવાથી અભેદ છે. માટે તેઓએ કહેલ શાસ્ત્રોનો પણ અભેદ છે.
જે કારણે પરમાર્થથી અનેક સર્વજ્ઞો પરસ્પર ભિન્ન અભિપ્રાયવાળા નથી તે કારણે સર્વજ્ઞ પ્રત્યે શ્રદ્ધાવાળા જીવો સર્વજ્ઞમાં ભેદ માને તે અજ્ઞાન છે.
વળી પૂર્વોક્ત રીતે એક જ મુખ્ય સર્વજ્ઞ છે અને તેમને સર્વોત્કૃષ્ટ સર્વગુણસંપન્ન રૂપે સ્વીકારીને જેટલાં જુદાં જુદાં દર્શનમાં રહેલ ધર્માત્માઓ સર્વશની ભક્તિ કરે છે તે તમામ ધર્માત્માઓ સામાન્યથી તે મુખ્ય સર્વજ્ઞનો જ આશ્રય કરનારા છે. કારણ કે સર્વોત્કૃષ્ટ સર્વગુણસંપન્નરૂપે જેમની ભક્તિ કરાય તે વાસ્તવમાં સર્વજ્ઞ જ હોય. સર્વજ્ઞ જ સર્વગુણસંપન્ન હોય, અસર્વજ્ઞ નહીં. વળી, આરાધ્ય તત્ત્વનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org