Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
18 • પ્રસ્તાવના •
द्वात्रिंशिका પાતાળનું અંતર સમજીને, શ્રદ્ધાને સ્વીકારીને, બુદ્ધિને ફગાવી જે મને મળવા-મેળવવા પ્રયત્ન કરે છે, તેને જગત કયારેય ખેંચી શકતું નથી. તે મારો મટીને જગતનો ક્યારેય બની શકતો નથી. મારા ગુણાત્મક સ્વરૂપને ઝંખતો તે દુનિયાને સ્વપ્રમાં ય ઝંખતો નથી.
પરંતુ વત્સ ! તને બુદ્ધિની બાદબાકી, તર્કનું નામશેષીકરણ, દલીલની કાયમી વિદાય, શંકાની સ્મશાનયાત્રા પસંદ પડશે ને ? તો જ ખરા અર્થમાં નીત-નવી ભક્તિની મહેફિલને તું માણી શકીશ. હાર્દિક ભક્તિને અનુભવવામાં બુદ્ધિ એ મોટો અંતરાય છે, પોલાદી દિવાલ છે.
આમ પરમાત્માના અંતિમ સંદેશાનો હાઈ કુતર્ક, કદાગ્રહ આદિનું નિવારણ કરવામાં જ છે... કુતર્કગ્રહનિવૃત્તિ બત્રીસીના વિષયમાં પ્રસ્તુત “નયેલતા' વૃત્તિકારે જ આલેખેલી શ્રદ્ધાનું સંવેદન કરાવતી આ કુતર્કનિવારણ પ્રક્રિયા ખૂબ ઉપયોગી છે.
સ્વયં ગ્રન્થકારે આગળ (૧) બુદ્ધિ () જ્ઞાન અને (૩) અસંમોહ રૂપી શ્રુતજ્ઞાનના ૩ ભેદ પાડીને સ્વમતિથી શાસ્ત્રના શબ્દાર્થના જ્ઞાનમાત્ર રૂપ બુદ્ધિને સંસારરૂપી ફળ આપનારી કહી છે. આમ સ્વમતિથી આગમનું આડેધડ અર્થઘટન કરવા રૂપ કદાગ્રહ સંસારફલક જ છે. સરળ વ્યક્તિનો સાચો તર્ક બે રીતે નિયંત્રિત હોય. (૧) તે આગમને અનુસરીને હોય (૨) અસ્થાને ન હોય. જ્ઞાનસારમાં કહ્યું છે કે “મધ્યસ્થ વ્યક્તિનું મનરૂપી વાછરડુ યુક્તિરૂપી ગાયની પાછળ જાય છે. જ્યાં યુક્તિ ત્યાં મતિ. જ્યારે તુચ્છાગ્રહીકદાગ્રહનું મન-મર્કટ તો જ્યાં પોતાની મતિ હોય ત્યાં પૂંછડું પકડીને યુક્તિરૂપી ગાયને ઢસડી જાય છે.” આ રહ્યા તે શબ્દોमनोवत्सो युक्तिगवीं मध्यस्थस्याऽनुधावति । तामाकर्षति पुच्छेन तुच्छाग्रहमनःकपिः ।।(ज्ञा.सा.१६/२)
આથી કુતર્ક કોઈ રીતે સારો નથી જ. સાચી તો છે શ્રદ્ધા જ. અસત્યભાષણના કારણરૂપ રાગદ્રષ-અજ્ઞાનથી રહિત સર્વજ્ઞ તીર્થકરના વચન(આગમ) ઉપરની અકા શ્રદ્ધા જ શ્રેષ્ઠ છે. તેમાં ય એકાંત નહીં, પણ ગુરુગમથી સ્યાદ્વાદગર્ભિત પ્રમાણ-નય-નિક્ષેપ આદિ દ્વારા જ તેનું જ્ઞાન કરવું હિતકર બને. કેમ કે શાસ્ત્રની દરેક વાત કોઈને કોઈ અપેક્ષાથી કહેવાયેલી હોય છે. એ અપેક્ષાનું જ્ઞાન તો અનુભવજ્ઞાની સંવિગ્ન ગીતાર્થ ગુરુ પાસેથી જ શિષ્યને થઈ શકે છે.
આમ જિનવચન પ્રત્યેની રુચિ-પ્રીતિ-ભક્તિ-ગૌરવ-બહુમાન-ખુમારીથી ગર્ભિત શ્રદ્ધા જ જ્વલંત બની જાય ત્યાં તકને ઝાઝો અવકાશ નથી. હા, એકવાર શ્રદ્ધા જાગી ગયા બાદ પણ તે શ્રદ્ધાને પુષ્ટ કરવા જો કોઈ પદાર્થનો યુક્તિ-તર્ક-અનુમાન દ્વારા વિશેષ બોધ કરાય તો વસ્તુતઃ તે શ્રદ્ધાની જ પુષ્ટિ થવાની છે. અને આ રીતે આગમાનુસારી યથાસ્થાને ઉહાપોહ દ્વારા જૈનદર્શનના પદાર્થો ઉપર અકાટ્ય શ્રદ્ધા જામી જાય તો તેને કોઈ કુતર્કો તોડી શકશે નહીં. “વાક્યપદીયમ્માં ભર્તુહરિએ કંઈક આવા જ તાત્પર્યવાળી વાત કરી છે,
चैतन्यमिव यश्चायमविच्छेदेन वर्तते । आगमस्तमुपासीनो हेतुवादैर्न बाध्यते ।।
ચૈતન્યની જેમ આત્મામાં અખંડપણે રહેલ આ જે આગમ છે, તેને અનુસરનારો તર્કવાદોથી શુષ્કતર્કોથી વિચલિત થતો નથી. સારાંશ એ જ છે કે સ્વ-પરની સમ્યફ શ્રદ્ધાને મજબૂત કરે, દઢ બનાવે તે તર્ક. સ્વ-પરની સત્ શ્રદ્ધાને વિચલિત કરે તે કુતર્ક. પોતાના કે બીજાના અહે, કદાગ્રહ, કષાયાદિને બહેકાવે તે કુતર્ક. તેનું શમન કરે તે તર્ક. કારણ કે તર્ક દ્વારા પણ જે શ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય છે, તેનું આ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org