Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
અસુખ થાય છે. આવી પૂજા સંબંધી પ્રયત્નવિશેષથી સર્વ જીવોના દુઃખના ઉદ્ધારની ઇચ્છા સ્વરૂપ અનુકંપા ભગવાન શ્રી જિનેશ્વરદેવની પૂજા કરનારા કરે છે.
જોકે શ્રી જિનેશ્વરદેવોની પૂજા એ ભક્ત્યનુષ્ઠાન હોવાથી તેને ઉ૫૨ જણાવ્યા મુજબ અનુકંપાપૂર્વકનું અનુકંપાનુષ્ઠાન કહેવાનું ઉચિત નથી, પરંતુ શ્રી જિનેશ્વરદેવની પૂજા સમ્યગ્દર્શનની શુદ્ધિ – નિર્મળતા માટે છે; અને સમ્યગ્દર્શનનું લિંગ (કાર્યસ્વરૂપ લિંગ) અનુકંપા છે. તેથી તે માટે પણ શ્રી જિનપૂજા છે – એમ માનવામાં કોઇ વિરોધ નથી. શ્રી પંચલિંગી વગેરે ગ્રંથમાં એ પ્રમાણે વ્યવસ્થા હોવાથી અમે પણ એ મુજબ કહ્યું છે. ૧-૩ા
अल्पासुखश्रमादित्यस्य कृत्यमाह
અનુકંપાના સ્વરૂપમાં ‘અલ્પામુહશ્રાવ્’ આના ઉલ્લેખનું પ્રયોજન જણાવાય છે—
तोकानामुपकारः स्यादारम्भाद् यत्र भूयसाम् । तत्रानुकम्पा न मता यथेष्टापूर्त्तकर्मसु ॥१-४ ॥
स्तोकानामिति – स्पष्टः । नवरमिष्टापूर्तस्वरूपमेतद् - " ऋत्विग्भिर्मन्त्रसंस्कारैर्ब्राह्मणानां समक्षतः । अन्तर्वेद्यां हि यद्दत्तमिष्टं तदभिधीयते || १ || वापीकूपतडागानि देवतायतनानि च । अन्नप्रदानमेतत्तु पूर्तं તત્ત્વવિો વિવું: ર॥ રૂતિ ||૧-૪||
ગાથાનો અર્થ સ્પષ્ટ છે કે જ્યાં ઘણા જીવોનો આરંભ(હિંસાદિ) થવાથી થોડા જીવોને ઉપકાર થાય છે; ત્યાં ઇષ્ટ અને પૂર્ણ કર્મની જેમ અનુકંપા મનાતી નથી. યજ્ઞાદિ અનુષ્ઠાન કરાવનારા ઋત્વિક્ બ્રાહ્મણો દ્વારા મંત્રાદિસંસ્કારપૂર્વક બ્રાહ્મણો સમક્ષ અંતર્વેદિકામાં જે અપાય છે તે ઇષ્ટ કર્મ છે. અને વાવડીઓ, કૂવા, તળાવ, યક્ષાદિચૈત્યો અને અન્નપ્રદાન : આ બધાને પૂર્વ કર્મ કહેવાય છે.
અહીં સમજી લેવું જોઇએ કે ઇષ્ટ કે પૂર્ત કર્મ સ્થળે નહિ-જેવા થોડા માણસોને દેખીતો (પારમાર્થિક નહિ) લાભ થતો હોય છે; તેથી થોડા લોકો ઉપર ઉપકાર થતો હોય તોપણ મહાઆરંભાદિના કારણે ચિકાર પ્રમાણમાં જીવોની હિંસા વગેરે થાય છે. માટે ઇષ્ટાપૂર્ણ-કર્મસ્થળે અનુકમ્પા મનાતી નથી. શ્રી જિનપૂજાદિ વખતે; પૃથ્વીકાયાદિ થોડા જીવો ઉપર અપકાર બાહ્યદૃષ્ટિએ થવા છતાં ભવિષ્યમાં પૂજાદિનાં દર્શનાદિથી પ્રતિબોધ પામેલા જીવો સકલ જીવોની રક્ષા કરનારા બને, આવી ભાવનાથી ઘણા જીવો ઉપર ઉપકાર થાય છે. તેથી પૂજાદિ અનુષ્ઠાનમાં અનુકંપાનો આશય સ્પષ્ટ છે. ઇષ્ટાપૂર્ત કર્મમાં માત્ર ગણતરીના જ જીવોના પણ લૌકિક લાભનો જ આશય હોવાથી સહેજ પણ અનુકંપા નથી. અહીં યાદ રાખવું જોઇએ કે અનુકંપા પણ લોકોત્તર લાભ (ધર્મ) માટે વિહિત છે. માત્ર ઐહિક લાભના આશયથી કરાતાં અનુષ્ઠાનો અનુકંપાના આશયવાળાં નથી. ઇષ્ટાપૂર્વ કર્મોમાં ગ્રંથકારશ્રીએ સ્પષ્ટપણે અનુકંપાનો અભાવ જણાવ્યો છે,
દાન બત્રીશી
૧૨