________________
સુંદરી પર જુલમ થયો હોય, ને એનો કંકુવરણો દેહ અને સુંદર કેશકલાપ અસ્તવ્યસ્ત થઈ ગયો હોય, એમ આ ધરા ને એની લીલોતરી સાવ છૂંદાઈ ગઈ હતી. સુંદરીના સોહાગના કંકુ જેવું રક્ત ચારે તરફ છંટાયેલું હતું. પ્રવાસીની આંખો દયાર્દ્ર બની. પોતે આ હાલતમાં શું કરી શકે એ વિચારવા તે ક્ષણભર ઊભો.
‘સર્વનાશ !’કચડાયેલા ઘાસની નીચે દબાયેલો એક પુરુષ એકાએક ઊભો
-
થયો – મસાણમાંથી મડું ખડું થાય એમ. પ્રવાસી તે માણસને જોઈ ક્ષણભર શોકાગારમાં ડૂબી ગયો. બીજી પળે આગળ વધ્યો ને પુરુષને ટેકો આપ્યો. પુરુષે ટેકે ટેકે થોડું ચાલીને ઘાસમાં રહેલી બખોલો એક પછી એક તપાસી. એ બખોલોમાં છુપાઈ જવાની પૂરી સગવડ હતી.
પુરુષે ફરી ફરીને બખોલો તપાસી. બેમાંથી બે નાનાં બાળક મળી આવ્યાં. બીજી બધી બખોલ ખાલી હતી.
બચ્યો ! માત્ર હું બચ્યો ! મડાને માથે વીજળી ન પડી ! બાકી બધા સાફ ! રે ! મને કોઈ મારી નાખો ! મને કોઈ ભરખી જાઓ !' પુરુષ પ્રવાસીના કૃપાણને અડીને પોતાના હાથથી પોતાની ગરદન ઉડાવી દેવા વીનવવા લાગ્યો. ‘આ રહ્યું તમારું એક બાળક !' પ્રવાસીએ પોતાના હાથમાં રહેલું બાળક
બતાવ્યું.
શું કરું બાળકને લઈને ? એ બાળકથી તો આ જુલમ વરસે છે. આ હત્યારાઓને સ્ત્રી ને બાળકનો ખાસ ખપ છે. ગમે તેટલાં છુપાવીએ તોય ગંધે ગંધે ખોળીને લઈ જાય છે. હાય રે ! મારું સત્યાનાશ વળ્યું !’
પુરુષ હિંમત હારીને રોવા બેઠો. પ્રવાસીએ એની પાસે બેસી ખૂબ દિલાસો આપ્યો, પેલાં ત્રણ બાળકોની સંભાળ લેવા આગ્રહ કર્યો. ધીમે ધીમે પેલા પુરુષનું હૈયું ઊઘડ્યું :
ઓ પ્રવાસી ભાઈ ! હું જીવું છું જ હિંમતને લઈને ! અહીં વસેલાં વિપુલ નગરો ક્યાં ગયાં ? અહીં કેવું વેરાન બની ગયું! આ જોતાં હૈયું ફાટી જાય છે. જંગલનો મને સાદ પડે છે. પણ એક મહાપુરુષની યાદ મને ફરી જંગલજીવન તરફ જતાં રોકે છે.’
‘એ મહાપુરુષ કોણ ?’
ભગવાન ઋષભદેવ ! આહ, એ કાળ ધન્ય છે !' મૃત્યુન્મુખ માનવીના ૬ * ચક્રવર્તી ભરતદેવ
Jain Education International
For Private & Personal Use Only
del I be prim ... ! = =
www.jainelibrary.org